રાજનીતિ

G-20 પહેલા મોદી-શિંજો વચ્ચે બેઠક, બુલેટ ટ્રેન સહિતના મહત્વના મુદ્દે ચર્ચા

131views

વડાપ્રધાન મોદી G-20 સમિટમાં ભાગ લેવા જાપાનના ઓસાકા પહોંચી ગયા છે. અહી G-20 સમિટમાં ભાગ લેતા પહેલા વડાપ્રધાન મોદી અને ભારતના પ્રતિનિધિ મંડળે જાપાન વડાપ્રધાન શિન્જો આબે સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદી સાથે વિદેશપ્રધાન એસ. જયશંકર અને NSA અજિત ડોભાલ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં બંને વડાપ્રધાનોએ G-20 સમિટ, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન સહીતના મુદ્દે ચર્ચા કરી હતી.

 

આબેએ અભિનંદન આપતા કહ્યું હવે ભારત આવવાની વારી મારી

G-20 પહેલાની ભારત – જાપાનની બેઠકમાં જાપાન વડાપ્રધાન શિન્જો આબેએ લોકસભા
ચૂંટણીમાં ભવ્ય જીત અને બીજી વાર વડાપ્રધાન બનવા બદલ વડાપ્રધાન મોદીએ અભિનંદન આપ્યા અને કહ્યું બંને દેશો વચ્ચે આ મૈત્રીપૂર્ણ સંબંધોમાં હવે
ભારત આવવાની વારી મારી છે. હું ભારત આવવાની રાહ જોઈ રહ્યો છું.

વડાપ્રધાન મોદીએ આભાર માન્યો

વડાપ્રધાન મોદીએ આબેએ આપેલ શુભેચ્છા બદલ આભાર માનતા કહ્યું કે તમે ભારતના એવા મિત્ર છો જેમણે સૌથી પહેલા
ફોન કરીને મને શુભેચ્છાઓ આપી હતી. ભવ્ય સ્વાગત કરવા બદલ હું તમારો અને જાપાનનો ઘણો આભારી છું.

 

શિન્જો આબેએ G-20 સંમેલનના હેતુઓ ગણાવ્યા

આ બેઠકમાં જાપનના વડાપ્રધાન શિન્જો આબેએ વડાપ્રધાન મોદી અને ભારતના પ્રતિનિધિ મંડળને ઓસાકામાં યોજાનાર G-20 સંમેલનના હેતુઓ અને અપેક્ષાઓ ગણાવ્યા હતા. તેમણે વૈશ્વિક અર્થતંત્ર, ગ્લોબલ ટ્રેડ, ભ્રષ્ટાચાર, ક્લાઈમેન્ટ જેવા મહત્વના વિષયો પર
વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરી હતી. જાપાન વડાપ્રધાન આબેએ G-20 સમિટની સફળતા માટે ભારત સહીત ભાગ લેનારા તમામ દેશોની અસરકારક ભાગીદારીની વાત કરી હતી.

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન વિષે ચર્ચા થઇ

G-20 પહેલાની ભારત – જાપાનની બેઠકમાં જાપાન વડાપ્રધાન શિન્જો આબે અને વડાપ્રધાન મોદી વચ્ચે થયેલી
બેઠકનની માહિતી આપતા વિદેશ સચિવ ગોખલેએ કહ્યું કે આ બેઠકમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન તેમજ વારાણસીમાં કન્વેન્શન સેન્ટરના નિર્માણ અંગે ચર્ચા
થઇ. ઉલ્લેખનીય છે કે અમદાવાદ – મુંબઈ વચ્ચે દેશની પહેલી મેટ્રો ટ્રેન બની રહી છે જેમાં જાપાને 88 હજાર કરોડની સહાય કરી છે.

Leave a Response

error: Content is protected !!