રાજનીતિ

G-20 સમિટ : ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીના વખાણ કર્યા, કહ્યું અમે સારા દોસ્ત, સાથે મળીને કરીશું કામ

127views

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુક્રવારે જાપાનના ઓસાકામાં મુલાકાત થઈ. બીજી વાર પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીની ટ્રમ્પ સાથે આ પહેલી મુલાકાત હતી. ગત દિવસોમાં અમેરિકાને નિકાસ થતાી વસ્તુઓ પર ભારતે ટેરિફ વધાર્યો હતો, તો અમેરિકાએ વીઝા નિયમો વધુ કડક બનાવ્યા, ભારતના રશિયા પાસેથી હથિગાર ખરીદવા અને ચીનની ઉપર અમેરિકાની કાર્યવાહીને લઈને આ મુલાકાત સુમેળભરી નહીં રહે તેવું માનવામાં આવતું હતું. પરંતુ થયું તેનાથી બિલકુલ ઉલટું. પીએમ મોદીએ ટ્રમ્પને મળતાં જ તેમને ઈરાન, 5G, દ્વિપક્ષીય સંબંધ અને ડિફેન્સ સંબંધો પર વાત કરવા માટે પૂછ્યું.

ઈરાનના મુદ્દે પર રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, અમારી પાસે બહુ સમય છે, કોઈ ઉતાવળ નથી. તે સમય લઈ શકે છે. સમયને લઈને અમારું કોઈ દબાણ નથી. મને લાગે છે કે, છેલ્લે બધું સારું થઈ જશે. જો આ કામ કરે છે, તો ઠીક છે, નહીંતર તમે લોકો તેના વિશે કાંઈ સાંભળશો.

પીએમ મોદીને લોકસભા ચૂંટણીની જીતની શુભેચ્છાઓ આપ્યા બાદ ટ્રમ્પે તેમના વખાણ કરવાનું શરૂ કરી દીધું. ટ્રમ્પે એ સમયની વાત શરૂ કરી જ્યારે પીએમ મોદી પહેલીવાર પીએમ બન્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, મને યાદ છે જ્યારે તમે પહેલીવાર પીએમ બન્યા હતા તો ભારતમાં કેટલા નાના-નાના ગ્રુપ સક્રિય હતા.

ટ્રમ્પે કહ્યું કે, જ્યારે નરેન્દ્ર મોદી પહેલીવાર ભારતના પીએમ બન્યા તો દેશમાં નાના-નાના ગ્રુપ સક્રિય હતા. તે દેશ માટે ઘાતક હતા. પરંતુ પીએમ મોદીએ તે તમામ સમૂહોને એક સાથે કામ કરવાથી રોકી દીધા. આ તેમની મોટી જીત છે.

ત્યારબાદ ટ્રમ્પે મોદીની ક્ષમતાઓ વિશે વાત કરવા લાગ્યા. તેઓએ કહ્યું કે, તમે જે રીતે ભારતને એક સાથે ઊભું કર્યુ છે, તે વખાણવા લાયક છે. ટ્રમ્પ મુજબ જૂથબાજી ભારતની જૂની નબળાઈ રહી છે. અતિપ્રાચીન કાળથી જ ભારત જ્યારે નબળો પડ્યો છે તો તે તેની જૂથબાજી રહી છે. એવામાં પીએમ મોદીએ દેશને જૂથવાદથી બહાર આવવા મોટું કામ કર્યુ છે. આ તેમની શાનદાર નેતૃત્વ ક્ષમતાના પરિણામ છે.

બેઠકમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીને કહ્યું કે, અમે લોકો બહુ સારા દોસ્ત થઈ ગયા છે. આ પહેલાં ક્યારેય પણ અમારા દેશો આટલાં નજીક નથી આવ્યા. હું એ વાત ભરોસા સાથે કહી શકું છું. અમે લોક અનેક ક્ષેત્રોમાં ખાસ કરીને મિલિટ્રીમાં મળીને કામ કરીશું. આજે અમે લોકો કારોબારના મુદ્દા પર પણ વાત કરી રહ્યા છે.

બ્રિક્સ લીડર સાથેની બેઠકમાં વડા પ્રધાન મોદીએ ત્રણ મોટી ચેલેન્જનો ઉલ્લેખ કર્યો હતો.

અને આ ત્રણ મોટા પડકારોનો સામનો કરવા માટે પીએમ મોદીએ પાંચ પગલાં પણ સુચવ્યા હતા.

Leave a Response

error: Content is protected !!