વિકાસની વાત

“હું નરેન્દ્ર દામોદરદાસ મોદી…” સાંજે 7 વાગ્યે રચાશે નવો ઈતિહાસ !

105views

આજે સાંજે 7 વાગ્યે નરેન્દ્ર મોદી અભુતપુર્વ જીત પછી બીજી વાર પ્રધાનમંત્રી તરીકે શપથગ્રહણ કરવાના છે. નરેન્દ્ર મોદીના આ શપથગ્રહણ સમારોહમાં 2014ની જેમ જ મેગા ઈવેન્ટનું નિર્માણ થવાનું છે. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીની સાથે મંત્રીમંડળનું પણ શપથગ્રહણ થશે. 6000 કરતા પણ વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં બાંગ્લાદેશ,શ્રીલંકા,મ્યાનમાર,થાઈલેન્ડ,નેપાળ સહિતના BIMSTECના પ્રમુખો આવશે. ભારતના તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને અને તમામ સાંસદોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.તો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ શપથગ્રહણ સમારોહમાં પહોંચશે.

મંત્રી મંડળના નામ ટુંક સમયમાં બહાર આવી શકે છે. મંત્રી મંડળમમાં કોન કોન શામિલ થશે તેની અટકળ શરૂ થઈ ગઈ છે. હાલ જ પિયુશ ગોયલ અને ભુપેન્દ્ર યાદવ અમિત શાહને મળ્યા હતા તો નીતન ગડકરી સાંજે 4.30 વાગ્યે નરેન્દ્ર મોદીને મળશે.

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ ઈતિહાસ રચ્યો છે. એકલા હાથે 303 બેઠક જીતી છે અને સતત બીજી વાર સરકાર બનાવી રહી છે. આજે ભારતની જનતા માટે પણ મહત્વનો દિવસ છે.સૌ કોઈ સાંજે 7 વાગ્યાની રાહ જોઈ રહ્યુ છે.

error: Content is protected !!