Corona Update

સંકટ સમયની સાંકળ એટલે કેન્દ્ર સરકારનું આર્થિક સહાય પેકેજ, જાણો કેવી રીતે ગરીબ અને મધ્યમ વર્ગને બની રહ્યુ છે આશીર્વાદ રૂપ

343views

કોરોના ની મહામારી ના પગલે પ્રથમ 21 દિવસ અને ત્યાર બાદ 21 દિવસ ના લોકડાઉન ના સમયગાળા ની સહુ થી મોટી અસર ગરીબ અને મધ્યમ વર્ગ ને પડી છે ત્યારે આ માટે કેન્દ્ર સરકારે રજુ કરેલા આર્થિક સહાય પેકેજ કેવી રીતે ગરીબ અને મધ્યમ વર્ગ ને આશીર્વાદ રૂપ બન્યુ છે તેની માહિતી મેળવીએ.

  • કેન્દ્ર સરકાર ના આ આર્થિક સહાય પેકેજમાં અન્ન યોજના હેઠળ ગરીબી રેખા હેઠળ અને એપીએલ1 કાર્ડ ધરાવતા લોકોને 5 કિલો અનાજ તથા 1 કિલો દાળ આપવામા આવી છે સાથે સાથે અમુક રાજ્યોએ ખાંડ જેવી જરુરી અન્ય સામગ્રી નુ પણ વિતરણ કરેલુ છે.
  • કોરોના સામે લડી રહેલા સ્વાસ્થ્ય કર્મીઓને 50 લાખ ના વીમાનું કવચ આપવામા આવ્યુ છે જેથી ફરજ દરમ્યાન મૃત્યુ થાય તો કર્મીઓના પરીવારને જીવન જીવવાની ચિંતા રહે નહી.
  • પ્રધાનમંત્રી કીસાન યોજના હેઠળ ખેડુતો ને 3 મહીના સુધી સીધા તેમના ખાતે 2000 રુપિયા જમા થાય એ પ્રમાણે ની વ્યવસ્થા કરવામા આવી છે.
  • 3 કરોડ જેટલા વૃધ્ધ વિધવા અને અસહાય વ્યક્તિઓના ખાતામાં 3 માસ સુધી દર મહીને 1000 રુપિયા જમા થાય તેની વ્યવસ્થા કરવામા આવી છે.
  • 8 કરોડ મહિલા જનધન ખાતામાં 3 માસ સુધી દર મહીને 500 રુપિયા જમા થાય એ મુજબનું પ્રાવધાન કરવામા આવ્યુ છે.
  • પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ના લાભાર્થીઓને 3 માસ સુધી ગેસ સબસીડી ની રકમ સીધી તેમના ખાતે થાય તેવી વ્યવસ્થા કરવામા આવી છે.
  • 5 લાખથી ઓછી રકમ ના પાછલા તમામ ઈન્કમટેક્સ રીફંડ કામદારોને સીધા બેંક ટ્રાન્સફર કરી દેવાયા છે જેથી મધ્યમવર્ગીય કામદારો ને મુંઝવણ ઘટી છે.
  • મનરેગા સ્કીમ હેઠળ કામ કરતા મજુરો ની મજુરી 182 રૂપિયાથી વધારી 202રુ પ્રતિ દિવસ કરી દેવાઈ છે.
  • મહિલાઓને ઉદ્યોગ માટે મળનારી લોન ની રકમ મા વધારો કરી 10 લાખ થી 20 લાખ કરવામા આવી છે.
  • EPF માં કર્મચારી વતી થી પણ ચુકવણી એટલેકે કુલ 24% ચુકવણી સરકાર કરે એવી વ્યવસ્થા કરાઈ છે.

આમ આ પ્રકારની વિવિધ યોજનાઓથી મહિલાઓ, વૃધ્ધો,અસહાય ,ખેડુતો, ગરીબ અને મધ્યમ વર્ગ સર્વે ને આવરી લેવાયા છે સાથે સાથે પ્રદેશોને પણ સારી રીતે અન્ન વિતરણ, દવાઓ ના સપ્લાય તથા જીવન જરુરી વસ્તુઓ સરળતા થી મળી રહે તે માટે રોડ, રેલ્વે અને હવાઈ સેવાઓ સુનિશ્ચિત કરવામા આવી છે.

એકંદરે આ રાજા પ્રજા ની પીડા સમજી શકે એમ હોઈ તેમના કાર્યોમાં ક્યાંય કચાશ રહી હોય તેવુ દેખાતું નથી.

Leave a Response

error: Content is protected !!