રાજનીતિ

મોદી સરકારનો વધુ એક વટહુમક, બેન્કિંગ સેક્ટરમાં સદીનો સૌથી મોટો સુધારો..

2.91Kviews
  • બેંન્કિંગ સેક્ટર માટે સારા સમાચાર , મોદી સરકારે વધુ એક વટહુકમ બહાર પાડ્યો
  • તમામ કો-ઓપરેટિવ બેંકો હવે રિઝર્વ બેંકના સુપરવિઝન હેઠળ
  • દેશમાં 1482 અર્બન કો-ઓપરેટિવ બેંક અને 58 મલ્ટિ સ્ટેટ કો-ઓપરેટિવ બેંક છે
  • તમામ થાપણદારોના નાણા હવે સુરક્ષિત બનશે

કેબિનેટના નિર્ણયો
1.
 શિશુ લોનના વ્યાજ દરમાં 2%ની છૂટ આપવામાં આવશે. તેનાથી 9.37 કરોડ લોકોને ફાયદો થશે.
2. સહકારી બેંકોને RBI હેઠળ મૂકવા માટે વટહુકમ લાવવામાં આવશે. આ નિર્ણય ખાતાધારકોની ચિંતાને દુર માટે લેવામાં આવ્યો છે.
3. ઉત્તર પ્રદેશના કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવામાં આવશે. તેનાથી બુધ સર્કિટમાં પર્યટન વધશે.
4. અધર બેકવર્ડ કાસ્ટ (OBC) કમિશનના કાર્યકાળમાં 6 મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. હવે કમિશન 31 જાન્યુઆરી 2021 સુધીમાં અહેવાલ આપી શકે છે. પછાત વર્ગોની પેટા કેટેગરીના કેસની તપાસ માટે કમિશનને વધુ સમય મળશે.
5. પશુપાલન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે એનિમલ હસબન્ડરી ડેવલપમેન્ટ ફંડને મંજૂરી અપાઈ. આ અંતર્ગત, સરકાર લોન લેનારાઓને વ્યાજમાં 3%ની છૂટ આપશે.
6. અવકાશ સંશોધન કેન્દ્રોને ખાનગી ક્ષેત્ર ખોલવા માટે મંજૂરી આપવામાં આવી હતી. આ માટે નવી સંસ્થા બનાવવામાં આવશે. તેનું નામ ઇન્ડિયન નેશનલ સ્પેસ, પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર રાખવામાં આવશે. આ સંસ્થા ખાનગી કંપનીઓને સ્પેસ એક્ટિવિટીમાં મદદ કરશે.

Leave a Response

error: Content is protected !!