વિકાસની વાત

નરેન્દ્ર મોદીની શપથવિધીમાં ગુજરાતથી નેતાઓનો કાફલો જશે દિલ્હી ,બંગાળ હિંસામાં મૃત્યુ પામેલા કાર્યકર્તાના પરિવારને આમંત્રણ..

138views

30 મે, સાંજે 7 વાગ્યે નરેન્દ્ર મોદી ફરી શપથ લેશે અને પ્રધાનમંત્રી પદ સંભાળશે ત્યારે દેશ વિદેશમાંથી નેતાઓ, ઉદ્યોદપતિને  આમંત્રણ છે. ગુજરાતની વાત કરીએ તો યુવા મોરચા અને મહિલા મોરચા સહિત મોટી સંખ્યામાં નેતાઓ,ઉદ્યોગપતિઓ,યુવાનો અને મહિલાઓ દિલ્હી જવા રવાના થયા છે. જેથી દિલ્હી જતી મોટા ભાગની ટ્રેન અને ફ્લાઈટ હાઉસફુલ થઈ ગઈ છે. ભાજપના યુવા મોર્ચા અને મહિલા મોર્ચાના આગેવાનો આજે સવારથી શપથવિધિમાં હાજર રહેવા ટ્રેનથી રવાના થયા છે.

તો બીજી તરફ બંગાળની હિંસામાં મૃત્યુ પામેલા બીજેપી કાર્યકર્તાના પરિવારને પણ આમંત્રણ અપાયું છે.હજુ સુધી બંગાળમાં 30 જેટલા ભાજપના કાર્યકર્તાની હત્યા થઈ છે તો લોકસભાની ચૂંટણી પછી પણ 2 ભાજપા કાર્યકર્તાની હત્યા થઈ.આ બંને કાર્યકર્તાના પરિવારને 30 મેના દિવસે શપથ ગ્રહણમાં આવવાનું ખાસ આમંત્રણ અપાયું છે.

error: Content is protected !!