રાજનીતિ

મોદીએ કહ્યું- શું વાયનાડ અને રાયબરેલીમાં હિન્દુસ્તાન જીતી ગયું? કોંગ્રેસ હારી ગઇ તો શું દેશ હારી ગયો?

115views

લોકસભામાં વિરોધ પક્ષ અને કોંગ્રેસ પર બરાબરના આકરા પ્રહારો કર્ય્યા બાદ વડાપ્રધા નરેન્દ્ર મોદીએ આજે બુધવારે પણ જ્યસભામાં કોંગ્રેસ પર ચાબખા મારવાનું યથાવત રાખ્યું હતું. વડાપ્રધાને પોતાના હંમેશા માફકના અંદાજમાં જનાદેશ પર સવાલ ઉભા કરનારા અને હારનું ઠીકરૂ ઈવીએમ પર ફોડનારા પર આકરા પ્રહાર કર્યા હતાં. આ ઉપરાંત તેમણે ઝારખંડમાં માર મારીને એક યુકને મોતને ઘાટ ઉતારવાની ઘટનાની પણ આકરી ટીકા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં ચોરીની શંકામાં યુવકની મોબ લિંચિંગ અને બિહારમાં ચમકી તાવથી બાળકોના મોત અંગે પહેલી વખત નિવેદન આપ્યું છે. મોદીએ બુધવારે રાજ્યસભામાં કહ્યું કે, ઝારખંડમાં યુવકની હત્યાનું સૌને દુઃખ છે. ગૃહમાં કહેવામાં આવ્યું કે, ઝારખંડ મોબ લિંચિંગનો અડ્ડો બની ગયો છે. જે યોગ્ય નથી. આખા ઝારખંડને બદનામ કરવાનો કોઈને હક નથી. સાથે જ ચમકી તાવ અંગે મોદીએ કહ્યું કે, આ 7 દશકાઓની સરકારની સૌથી મોટી નિષ્ફળતાઓમાંની એક છે. દુઃખની વાત તો એ છે કે આધુનિક યુગમાં પણ આવું થઈ રહ્યું છે. હું બિહાર સરકાર સાથે સંપર્કમાં છું.

આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, પહેલી વખત પ્રચંડ જનાદેશ બાદ ગૃહમાં બોલવાની તક મળી છે. આ વખતે પહેલી વખત કરતા વધારે સમર્થન અને વિશ્વાસ સાથે અમને ફરી દેશની સેવા કરવાની તક મળી છે. જેના માટે હું સૌનો આભારી છું. પીએમ મોદીએ કહ્યું કે, બીજા કાર્યકાળના પ્રારંભમાં જ અમારા ગૃહના સભ્ય મદનલાલ અમારી વચ્ચે નથી રહ્યા, તેમના પ્રત્યે મારી શ્રદ્ધાંજલિ.

ઝારખંડ મામલે કહ્યું કે…

મોદીએ કહ્યું કે, ઝારખંડમાં આરોપીઓને કડક સજા થવી જોઈએ. જે ખોટું છે, જેમને ખોટું કર્યું છે, તેમને સજા મળવી જોઈએ. ત્યાં પણ સજ્જનોનો જમાવડો છે. ગુનો થાય ત્યારે યોગ્ય રસ્તો કાયદો અને ન્યાય છે. બંધારણ, કાયદો અને વ્યવસ્થાઓ તેના માટે જ છે. આપણે જેટલું કરી શકીએ કરવું જોઈએ અને તેનાથી પીછેહઠ ન કરવી જોઈએ. ગુડ ટેરરિઝમ અને બેડ ટેરરિઝમથી બહું મોટું નુકસાન થયું છે. આ પ્રકારની હિંસા ભલે ઝારખંડમાં થાય , બંગાળમાં થાય કે પછી કેરળમાં હિંસાનો દરેક જગ્યાએ વિરોધ થવો જોઈએ.

તો શું ભારત હારી ગયું?

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે એવું કહેવામાં આવે છે કે લોકતંત્ર હારી ગયું તો હું પુછવા માંગુ છુ કે શું વાયનાડમાં ભારત હારી ગયું? શું રાયબરેલીમાં હિન્દુસ્તાની હારી ગયું? શું અમેઠીમાં હિન્દુસ્તાન હારી ગયું છે? એટલે કે કોંગ્રેસ હાર્યું તો દેશ હાર્યો? દેશ એટલે કોંગ્રેસ અને કોંગ્રેસ એટલે દેશ? અહંકારની પણ હદ હોય છે. હું જાણવા માગું છું કે, 55 વર્ષ સુધી દેશમાં સરકાર ચલાવવા વાળો પક્ષ 17 રાજ્યોમાં એક બેઠક જીતી શકી ન શક્યું. લોકતંત્રમાં ટીકા સન્માનિત થાય છે, પરંતુ દેશના મતદાતાઓનું આ પ્રકારે અપમાન પીડાદાયક છે. બની શકે છે મારા શબ્દ કઠોર હોય, પરંતુ દેશના પરિપક્વ લોકતંત્ર માટે છે.

પીએમ મોદીએ કહ્યું કે, અંદાજે 50 સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો અને દરેકે પોતાની વાત મુકી. ક્યાંક આક્રોશ તો ક્યાંક સારા સૂચનો પણ હતો. મોદીએ કહ્યું કે, દેશના ખુણે ખુણામાં જઈને જનતાના દર્શન કરવાની તક મને મળી છે અને ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. ચૂંટણીની ગ્લોબલ વેલ્યૂ હોય છે અને તે સમયે પોતાના વિચારો અને મર્યાદાઓના કારણે, વિચારોની વિકૃતિના કારણે એવું કહેવું કે, તમે ચૂંટણી જીતી ગયા અને દેશ હારી ગયો, આવું કહેવું લોકતંત્ર અને જનતાનું અપમાન છે.

વડાપ્રધાને કહ્યું કે, અહીં તો એટલે સુધી કહી દેવાયું છે કે દેશનો ખેડૂત વેચાઈ ગયો છે. બે-બે હજારની યોજનાના કારણે ખેડૂતોના વોટ ખરીદાયા છે. અમારા દેશનો ખેડૂતો વેચાયેલો નથી. અમારો ખેડૂત એ છે જે અમારા માટે અન્ન પેદા કરે છે, તે મહેનત કરવાના સમયે વિચારતો નથી આ ગરીબ કે અમીરના પેટમાં જશે. 15 કરોડ ખેડૂતોને આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરીને અપમાનિત કરવામાં આવ્યા છે.

મોદીએ કહ્યું, મીડિયાના કારણે અમે ચૂંટણી જીત્યા, એવું કહેવાયું. મીડિયા વેચાઈ ગયું છે શું, મીડિયા કોઈ ખરીદી શકે છે? શું તમિલનાડુ અને કેરળમાં આ લાગુ થશે? આ ગૃહમાં બોલાયેલી વાતોની અસર આખા દેશમાં થાય છે. અમે કંઈ પણ કહીએ અને છાપાઓને હેડલાઈન મળી જાય છે. અમને ગર્વ થવો જોઈએ કે ભારતની ચૂંટણી પ્રક્રિયા વિશ્વમાં અમારી પ્રતિષ્ઠા વધારવાની એક તક હોય છે.

Leave a Response

error: Content is protected !!