રાજનીતિ

PM મોદીએ પાકિસ્તાન પર આતંકવાદને લઈને નિશાન સાધ્યું, જિનપિંગને ભારત આવવા માટે આપ્યું આમંત્રણ

113views

ગુરુવારે એટલે કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કાર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં મુલાકાત કરી. તેમજ બંને નેતાઓ વચ્ચે પાકિસ્તાનને લઈને ચર્ચા થઈ હતી. આ મુલાકાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદીઓ વિરુદ્ધ કોઈ પગલા નહીં ભરે ત્યાં સુધી તેમની સાથે કોઈ વાતચીત નહીં થાય.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાનનાં સંબંધો દ્વિપક્ષીય છે. મોદીએ શી જિનપિંગને જન્મ દિવસની આગોતરી શુભકામના પણ પાઠવી.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મળીને બંન્ને દેશ આગળ વધી શકે છે.મોદીએ આ વર્ષે જિનપિંગને અનૌપચારિક મુલાકાત માટે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. તેમજ જિનપિંગે પણ ભારત આવવાની ઈચ્છા દર્શાવી હતી.

ભારતમાં બેંક ઓફ ચાઇનાની બ્રાંચ ખોલવા અંગે અને મસૂદ અઝહર જેવાં મામલાઓ જે ઘણાં સમયથી પેન્ડિંગ હતા અમે તેને ઉકેલવામાં સફળ રહ્યાં છીએ.ભારત અને ચીન વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઈ. જેનો હેતુ દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાના પ્રયાસને પ્રોત્સાહન આપવાનો હતો.

એસસીઓમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિન સાથે મુલાકાત કરી હતી. બંને નેતઓએ દ્વિપક્ષીય રણનૈતિક સંબંધોને વધારે મજબુત બનાવવા માટે સંબંધોના તમામ પાસાઓ પર સમિક્ષા કરી હતી. ગત મહિને યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ ફરીવાર વડાપ્રધાન બન્યા બાદ પુતિન સાથે તેમની આ પહેલી મુલાકાત હતી.

પીએમ મોદીએ પુતિનને કહ્યું હતું કે, તમે મારા વિજયને લઈને ભવિષ્યવાણી કરી દીધી હતી. તમારા જેવા જુના અને ઘનિષ્ઠ મિત્રને મળીને ઉર્જા મળે છે. હું એ વાતને લઈને ખુબ જ આભારી છું કે દુનિયાના સૌથી મોટા સમ્માન મને આપ્યું, જેને લઈને હું તમારો હ્યદયપૂર્વક આભાર વ્યક્ત કરૂ છું. આ ઉપરાંત મોદી આ સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરી. આ દરમિયાન પુતિને પીએમ મોદીને રશિયા આવવાનું આમંત્રણ આપ્યું હતું. જેને મોદીએ સ્વિકારી લીધું હતું.

વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે ચીન સાથે પાકિસ્તાનના મુદ્દે સંક્ષિપ્તમાં ચર્ચા થઈ. વડાપ્રધાને ફરી વાર કહ્યું કે પાકિસ્તાને આતંકી રહિત વાતાવરણ બનાવવું જરૂરી છે. અને અત્યારે પાકિસ્તાન આતંકવાદને લઈને કંઈ જ એક્શન નથી લઈ રહ્યું. અમે ઈચ્છીએ છીએ કે હવે તેઓ આતંકવાદ વિરુદ્ધ નક્ક પગલું ભરે.

આ સમિટમાં ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ પણ પ્રકારની ચર્ચા નહીં થાય. સમિટમાં મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય ચર્ચામાં સામેલ થયા. સમિટમાં પાકિસ્તાના વડાપ્રધાન ઈમરાન ખાન પણ સામેલ થયા. જો કે મોદી અને ઈમરાન વચ્ચે મુલાકાત નહીં થાય.

SCO એક રાજકીય અને સુરક્ષા સમૂહ છે. જેનું હેડક્વાટર બેઈજિંગમાં છે. જેને 2001માં બનાવાયું હતું. ચીન, રશિયા, કજાકિસ્તાન, ઉજ્બેકિસ્તાન, તાજિકિસ્તાન અને કિર્ગીસ્તાન તેના સ્થાઈ સભ્યો છે. આ સંગઠન ખાસ કરીને સભ્યો દેશો વચ્ચે સૈન્ય અને આર્થિક સહયોગ માટે બનાવાયું છે.

Leave a Response

error: Content is protected !!