રાજનીતિ

SCO બેઠકમાં ભાગ લેવા માટે મોદી કિર્ગીસ્તાન પહોંચ્યા, પુતિન-જિનપિંગ સાથે મુલાકાત કરશે

113views

ગુરુવારે એટલે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઈ સહયોગ સમ્મેલનમાં ભાગ લેવા માટે કિર્ગીસ્તાન પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન ઓમાન, ઈરાન અને મધ્ય એશિયાના રસ્તેથી બિશ્કેક પહોંચ્યા છે. એસસીઓમાં મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય ચર્ચામાં સામેલ થશે. તેમજ આ સમ્મેલનમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ સામેલ થશે. પરંતુ બંને દેશો વચ્ચે કોઈ પણ પ્રકારની મુલાકાત થશે નહીં. જ્યારે ઈમરાન ખાને પહેલા જ મોદીને પત્ર લખીને વાતચીત કરવાની માંગ કરી હતી.

બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, વૈશ્વિક સુરક્ષા અને આર્થિક સહયોગ વધારવા પર તેઓ વધારે ધ્યાન આપશે. શાંઘાઈ સહયોગ સંગઠન(SCO)ની બેઠકમાં વૈશ્વિક સુરક્ષા અને આર્થિક સ્થિતિ પર જોર આપવામાં આવશે. તેમણે આગળ કહ્યું હતું કે, કીર્ગીસ્તાનની મુલાકાતને પગલે SCOના સભ્યો દેશો સાથે ભારતના સંબંધો મજબૂત કરશે. જો કે મોદી એસસીઓ બેઠક પછી કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિના આમંત્રણના પગલે 14મી જૂને ત્યાંની સત્તાવાર દ્વિપક્ષીય મુસાફરી કરશે.

મોદીએ કહ્યું કે, તાજેતરમાં જ ભારત-કિર્ગીસ્તાન વચ્ચે રક્ષા, વ્યાપાર અને નિકાસ સહિત ઘણા દ્વિપક્ષીય ક્ષેત્રે કરાર થયા છે. જેનાથી બન્ને દેશો વચ્ચે સંબંધ મજબૂત બનશે. મોદી અહીં કિર્ગિજ રાષ્ટ્રપતિ જીનબેકોવ સાથે ભારત-કીર્ગીજ બિઝનેસ ફોરમને પણ સંબોધશે.

SCO એક રાજકીય અને સુરક્ષા સમૂહ છે અને વર્ષ 2001માં બન્યું હતું શાંઘાઈ સહયોગ સંગઠન. જેનું હેડક્વાટર બેઈજિંગમાં છે. આ સંગઠનમાં ચીન, રશિયા, કજાકિસ્તાન, ઉજ્બેકિસ્તાન, તાજિકિસ્તાન અને કિર્ગીસ્તાન તેના સ્થાઈ સભ્યો છે. આ સંગઠન ખાસ કરીને સભ્યો દેશો વચ્ચે સૈન્ય અને આર્થિક સહયોગ માટે બનાવાયું છે. જેમાં ગુપ્ત માહિતીઓને જાહેર કરવી અને મધ્ય એશિયામાં આતંકવાદ વિરોધી સમસ્યાને દૂર કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન આ સંગઠન સાથે 2017 સ્થાઈ સભ્યો તરીકે જોડાયા હતા.

Leave a Response

error: Content is protected !!