રાજનીતિ

મોદી આજે જશે ત્રિદિવસીય થાઈલેન્ડ પ્રવાસે,જાણો કઈ 3 સમિટમાં ભાગ લેશે વડપ્રધાન મોદી

98views

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે થાઈલેન્ડના ત્રણ દિવસના પ્રવાસે જવાના છે. આ દરમિયાન વડાપ્રધાન આસિયાન-ઈન્ડિયા, ઈસ્ટ ઈન્ડિયા અને રીજનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનર (આરસીઈપી) સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, થાઈલેન્ડ પ્રવાસના પહેલાં દિવસે વડાપ્રધાન ત્યાં રહેતા ભારતીયોને સંબોધન કરશે. ગુરુનાનક દેવની 550મી જયંતીએ એક સિક્કો પણ જાહેર કરશે. તે સાથે જ તિરુક્કુલનો થઈ અનુવાદ પણ જાહેર કરશે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રવિવારે મોદી આસિયાન-ઈન્ડિયા સમિટમાં સામેલ થશે. આસિયાન સમિટમાં આવવા માટે મોદીને થાઈલેન્ડના વડાપ્રધાન પ્રયુત ચાન-ઓ-ચાને આમંત્રણ આપ્યું છે. ગુરુવારે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં સચિવ વિજય સિંહ ઠાકુરે જણાવ્યું કે, આસિયાનથી સંબંધિત સમિટ અમારા ડિપ્લોમેટિક કેલેન્ડરનો હિસ્સો છે. આ વડાપ્રધાન મોદીની સાતમી આસિયાન-ઈન્ડિયા સમિટ અને છઠ્ઠી ઈસ્ટ ઈન્ડિયા સમિટ હશે.

થાઈલેન્ડ જવા પાછળ શું છે ભારતનો મુખ્ય ઉદ્દેશ?

 

વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રામણે મોદીના આ પ્રવાસનો ઉદ્દેશ ભારત અને આસિયાન દેશોના સંબંધો મજબૂત કરવાનો છે. આ દરમિયાન ઘણા સમજૂતી કરાર થશે. તેમાં આસિયાન ગેશોના વિદ્યાર્થીઓને ભારતના આઈઆઈટી સંસ્થાઓમાં 1 હજાર પીએચડી સ્કોલરશીપ આપવાનો પ્રસ્તાવ પણ છે.

 

Leave a Response

error: Content is protected !!