Corona Update

PM મોદીની અગમચેતી જન-ધન ખાતા, સ્વચ્છ ભારત, ઉજ્જવલા યોજનાને એક સલામ તો બને જ છે..! આ યોજના ના હોત તો આપણું શું થાત ?

559views

વિચારો,જો કોરોના વાયરસ 2014માં ફેલાયો હોત તો દેશમાં આ સુવિધાઓનો હોત અભાવ

◆ શું લોકડાઉન અને સોશિયલ ડિસ્ટનસિંગ સંભવ હોત ?

  • 10 કરોડ લોકોના ઘરમાં તો શૌચાલય ન હોત
  • 8 કરોડ મહિલાઓ પાસે ગેસના ચુલ્હા ન હોત.
  • 2 કરોડ પરિવારો પાસે ઘરનું ઘર ન હોત.
  • 18 હજાર ગામડાઓ અને 3 કરોડ ઘરોમાં વીજળીની કમી હોત.
  • 36 કરોડ લોકો પાસે બેકમાં ખાતું ન હોત

◆ શું થાત જો મોદીએ 2014માં આ સુવિધાઓ ન આપી હોત.

લૉક્ડાઉનના સમયમાં દેશના ગરીબ પરિવારો માટે જનધન ખાતુ જીવનદાન ખાતુ બની રહ્યું છે.

સમગ્ર વિશ્વ જ્યારે કોરોના સામે જંગ લડી રહ્યું છે ત્યારે ગરીબ લોકો માત્ર કોરોના સામે જ નહીં પરંતુ તેમના જીવન નિર્વાહ નો જંગ પણ લડી રહ્યાં છે.

કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય સોશિયલ ડિસ્ટન્સ હોવાથી દેશભરમાં લૉકડાઉન કરવામા આવ્યું ત્યારે આ પરિસ્થિતિમાં દેશનો એક બહુ મોટો વર્ગ કે જે આર્થિક રીતે પછાત છે તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે વિકટ સમસ્યામાંથી પસાર થઇ રહ્યો છે.

જેને સમસ્યામાંથી ઉગરવા માટે સાથ મળ્યો છે ભારત સરકારનો, સરકારી બેંકમાં જનધન ખાતુ ખોલાવવાની નરેન્દ્ર મોદીજી ની પહેલને સાથ આપી જેમણે સરકાર પર વિશ્વાસ મુક્યો તેવી જનધન ખાતા ધારક મહિલાઓનો વિશ્વાસ આ લોકડાઉન દરમ્યાન સાર્થક ઠર્યો છે.

કેન્દ્રીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જાહેર કરેલા 1.70 લાખ કરોડના પેકેજ હેઠળ દેશની જનધન ખાતાધારક મહિલાઓના ખાતામાં સતત ત્રણ મહિના સુધી રૂ. 500/- સહાય પેટે આપવાનો નિર્ણય કરાયો અને હવે તેના પ્રથમ હપ્તાની ચૂકવણી પણ થઇ રહી છે, ત્યારે ખાલી હાથમાં આવેલી આ રકમને લઇને કોઇક સરકારનો ખોબો ભરીને આભાર માની રહ્યું છે તો કોઇક હાથ ઉંચા કરી આશીર્વાદ પાઠવી રહ્યું છે.

આ કપરા સમયમાં આ રકમ ખાતા મા આવતા ગરીબ અને પછાત વર્ગ ની સમસ્યા મહદ અંશે ઓછી તો થઈ જ છે પરંતુ આ માટે 2014 ની સાલમાં જ ગરીબો નો વિચાર કરી કોઈ પણ પ્રકાર ના ચેડા ન થાય અને ગરીબો ને મળનારી હક્ક ની રકમ તેના ખાતે જ જાય એ માટે ગરીબો ના જનધન ખાતા ખોલવાના આ વિચાર ના પ્રણેતા નરેન્દ્ર મોદીજી ને એક સલામ જરુરી બને છે બોસ…..

Leave a Response

error: Content is protected !!