Corona Update

લોકડાઉન વધશે કે આશિંક રહેશે ? આવતીકાલે સવારે 10 વાગ્યે પીએમ મોદી કરશે જાહેરાત

380views

કોરોના વાયરસની ભયાનકતા વચ્ચે મંગળવારે દેશમાં લાગુ કરાયેલ 21 દિવસના લોકડાઉનનો અંત આવશે. આ બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે 10 વાગ્યે દેશને સંબોધન કરશે.  પીએમઓના ટ્વવીટર અકાઉન્ટ પર પીએમના સંબોધનની જાહેરાત કરવામાં આવી હતી. 

લોકડાઉન વધશે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 21 દિવસીય લોકડાઉનની જાહેરાત કરી હતી, જે 25 માર્ચથી શરૂ થવાની હતી અને 14 એપ્રિલ સુધી અમલમાં રહેશે. હવે 14 એપ્રિલનો દિવસ આવી ગયો છે, તેથી દરેકના મગજમાં સવાલ એ છે કે શું સરકાર આ લોકડાઉન વધારશે. આ સવાલ પર  મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ પડદો ઉંચકશે.

Leave a Response

error: Content is protected !!