રાજનીતિ

બ્રિક્સ સમિટમાં ભાગ લેવા મોદી આજે થશે રવાના,બ્રાઝિલમાં યોજાશે 11મી સમિટ

105views

નરેન્દ્ર મોદી બ્રિક્સ દેશોના સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝીલ જવા રવાના થશે. તેઓ 13થી 14 નવેમ્બર સુધી બ્રાઝિલમાં રહેશે. બ્રાઝિલમાં 11મી સમિટ યોજાવા જઇ રહી  છે. વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી છઠ્ઠી વખત બ્રિક્સ સમિટમાં ભાગ લેવા જઇ રહ્યા છે.

મોદી આજે બ્રાઝીલમાં યોજાનારી આ સમિટ માટે રવાના થઇ શકે છે. બ્રાઝીલના બ્રેસીલીયામાં આ સમિટ યોજાવા જઇ રહી છે જેમાં રશિયા અને ચીનના પ્રમુખ પણ આવશે. આ દરમિયાન મોદી જિનપિંગ, પૂતિનને મળી શકે છે. બ્રિક્સ સંગઠનમાં બ્રાઝીલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.

આ પાંચ દેશો વિશ્વની કુલ વસતીમાં 42 ટકા વસતી ધરાવે છે અને જીડીપીનો 23 ટકા હિસ્સો આ પાંચ દેશોનો છે. એવા અહેવાલો છે કે રશિયાના પ્રમુખ પુતિન અને ચીનના પ્રમુખ જિનપિંગની સાથે મોદી મુલાકાત કરશે.

બ્રિક્સ સંગઠન દર વર્ષે બેઠક યોજે છે. જેમાં પર્યાવરણ, વ્યાપાર, આતંકવાદ સહીતના મુદ્દે એજન્ડા તૈયાર કરવામાં આવે છે અને તેના પર કામ કરવા માટેના દાવા કરવામાં આવે છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના ભાષણમાં આતંકવાદનો ઉલ્લેખ કરી શકે છે. આ સમિટમાં રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલના વડાઓ પણ ભાગ લેવા માટે આજે જ પહોંચી શકે છે.

Leave a Response

error: Content is protected !!