વિકાસની વાત

ગાંધીજીની 150મી જન્મજયંતીને ઉજવવા મોદી સાંજે પધારશે અમદાવાદના આંગણે,જાણો શું રહેશે પીએમનો કાર્યક્રમ

109views

2જી ઓક્ટોબર  ગાંધીજીની 150મી જન્મજયંતી  નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદી  અમદાવાદની મુલાકાતે આવવાના છે. ગાંધીજીની જન્મજંયતીનાં પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમની  મુલાકાતે આવવાના છે. તે માટે ગાંધી આશ્રમમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.પીએમ મોદીનો તે દિવસનો અમદાવાદ મુલાકાતનો આખો કાર્યક્રમ નક્કી થઇ ગયો છે, તો તે જાણી લઇએ શું રહેશે પીએમનો કાર્યક્રમ.

અમદાવાદમાં સાંજે 6 કલાકે આગમન:

પીએમ મોદી ગાંધી જયંતીનાં દિને સાંજે 6 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે. જ્યાં તેમનું સ્વાગત મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગૃહ રાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા,મેયર બિજલ પટેલ કરશે. જે બાદ તેઓ સાંજે 6.45 કલાકે ગાંધી આશ્રમ ખાતે જશે. જે બાદ તેઓ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરશે. પીએમ અહીં કોઈ સભાને સંબોધવાના નથી. અહીં માત્ર તેઓની મુલાકાત છે. પીએમ મગન નિવાસ કે જે ચરખા ગેલેરી છે ત્યાંની મુલાકાત લેશે. તેમજ બાળકો કે જેઓ આ પ્રવૃતિ સાથે જોડાયેલા છે તેમાંથી 5 બાળકો સાથે બે કે ત્રણ મિનિટ વાત કરશે. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હ્રદયકુંજ કે જે મહાત્મા ગાંધીજીનું નિવાસસ્થાન છે ત્યાં જશે અને બાપુની તસવીરને સુતરની આંટી પહેરાવશે.

 

પીએમ મોદી રિવરફ્રન્ટ પર કરશે સરપંચોને સંબોધન

ગાંધી જયંતીનાં દિને રિવરફ્રન્ટ પર 20 હજાર સરપંચોનું સંમેલન થશે. જેમાં 10 હજાર ગુજરાતનાં અને 10 હજાર અન્ય રાજ્યનાં સરપંચો પણ હાજર રહેશે. આ ઉપરાંત આફ્રિકન દેશોનાં પ્રતિનિધીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા અન્ય રાજ્યોના સરપંચો અને કાર્યકરો આવશે. તેમજ ગુજરાતભરમાંથી 10 હજાર જેટલા સરપંચો તેમજ સ્વચ્છતા કાર્યક્રમ સાથે જોડાયેલા કાર્યકરો આવશે. અન્ય રાજ્યોમાંથી આવનારા લોકો 30 સપ્ટેમ્બરથી આવશે, જેમને મહેસાણા, સુરત અને વડોદરા ઝોનમાં પહોંચી ગુજરાતમાં શૌચમુક્ત મોડલ ગામોની તેમજ ગાંધી હેરિટેજ સાઇટ્સ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વિઝિટ કરાવાશે. અન્ય રાજ્યોના લોકો રિવરફ્રન્ટના કાર્યક્રમમાં પણ ભાગ લેશે. ત્યારે આ ગાંધી જયંતિ એક યાદગાર અને ખાસ બની રહેશે.

Leave a Response

error: Content is protected !!