રાજનીતિ

વિધાનસભા પેટા ચૂંટણી : મોરબીમાં 35 કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ કેસરિયો ધારણ કર્યો

1.13Kviews

મોરબી માળિયા વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે મોરબીમાં રાજકીય ઉથલપાથલ શરુ થઇ ગઈ છે આજે મંત્રી સૌરભ પટેલ અને આઈ.કે પટેલની હાજરીમાં કોંગી શાસિત મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ સહીત 35 જેટલા કોંગી કાર્યકરો અને આગેવાનો ભાજપમાં જોડાયા હતા.

આ કાર્યક્રમમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના પ્રભારી આઈ.કે પટેલ અને મંત્રી સૌરભ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા, બ્રિજેશ મેરજા અને ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા સહીતના આગેવાનોની હાજરી જોવા મળી હતી. મોરબીમાં હાલમાં કોંગ્રેસ શાસિત મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજભાઈ પાંચોટિયા અને એમના ટેકેદારો એમ 35 જેટલા લોકોએ ભાજપના આગેવાનોના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો

કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ મોરબીના હરભોલે હોલ ખાતે યોજાયો હતો. જેમાં મોરબી તાલુકા પંચાયત કોંગ્રેસના પ્રમુખ ,અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોના સરપંચ, અગ્રણીઓ, કાર્યકરો સહિત કોંગ્રેસના 35 જેટલા આગેવાનો અને કાર્યકરોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. જેમાં કોંગી આગેવાનો મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસરાજભાઈ પંચોટીયા, તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય કાંતિભાઈ મિસ્ત્રી, નવા સાદુંળકાના માજી સરપચ પરસોત્તમભાઈ પંચોટીયા, જિલ્લા યુવક કોંગ્રેસના મહામંત્રી ભરત માકાસણાં, ભરતનગરના માજી સરપંચ રમેશભાઈ પટેલ, ઉધોગકાર દુલાભાઈ સીતાપરા સહિત જુદીજુદી સંસ્થાઓના અગ્રણીઓ અને કાર્યકરો સહિત 35 લોકો ભાજપમાં જોડાયા હતા.

Leave a Response

error: Content is protected !!