રાજનીતિ

મોરબી કોંગ્રેસમાં ગાબડુ, જિલ્લા પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિત કોંગ્રેસના 70 કાર્યકર્તા ભાજપમાં જોડાયા

312views

મોરબી કોંગ્રેસના અનેક આગેવાનો આજે ભાજપમાં જોડાયા.

આજે મોરબી ખાતે કેબિનેટ મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ,પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષશ્રી આઈ. કે. જાડેજા, જિલ્લા પ્રભારીશ્રી મેઘજીભાઈ કંઝારિયા,મોરબી જિલ્લા પ્રમુખ રાઘવજીભાઈ ગડારા,રાજકોટના સંસદસભ્યશ્રી મોહનભાઇ કુંડારીયા, હળવદના ધારાસભ્યશ્રી પરસોત્તમભાઈ સાબરીયા,પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, પૂર્વ ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજા, મહામંત્રીશ્રી હિરેનભાઈ પારેખ,શ્રી જ્યોતિસિંહ જાડેજા તથા ભાજપના આગેવાનોની હાજરીમાં કોંગ્રેસના તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હંસરાજભાઇ પાંચોટિયા, તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રીઓ,સરપંચશ્રીઓ,ઉપસરપંચશ્રીઓ તથા કોંગ્રેસના આગેવાનો અને યુવાનોએ આજે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.

આ તકે પ્રદેશ ઉપાઘ્યક્ષશ્રી આઈ. કે. જાડેજા તથા પધધિકારીઓએ સૌનું સ્વાગત કર્યું હતું તથા જણાવ્યું હતું કે તેમના જોડાવાથી ભાજપની તાકાત વધશે તથા આગામી મોરબી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થાય એ માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Leave a Response

error: Content is protected !!