વિકાસની વાત

છ માસનો ગર્ભ છતા મોરબીની આ મહિલા હેલ્થ વર્કર લોકોને કોરોનાથી બચાવી રહી છે…

453views

ગોલાસણ સબસેન્ટરમાં ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર  કોરોના મહામારીમાં  ચાલી રહી છે, પોતાની આરોગ્યની કામગીરીમાં કોઈને  ઉણપ ન  આવે  તે માટે  પોતાને  છ માસનો ગર્ભ હોવા છતાં પોતાની આરોગ્યની કામગીરી  નિષ્ઠાપૂર્વક બજાવીને પોતે સાચા અર્થમાં કોરોના વોરિયર છે તેની સાબીતી આપી હતી.

The service provides a female health worker with a six-month-old fetus

 હાલમાં વિશ્વમાંકોરાનામહામારી ચાલી રહી છે ત્યારે તેવા સમયે આરોગ્ય કર્મચારી પર વધારાની પણ અનેક કામગીરી ભારણ રૂપ બની છે, તેવા સમયે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગોલાસણ ગામના સબસેન્ટરમાં ફરજ બજાવતા મૂળ મુળી તાલુકાના સરા ગામની ક્રિષ્નાબેન અનિલભાઈ ડાભી પોતે ફિમેલ હેલ્થ વર્કર તરીકે આરોગ્ય વિભાગમાં  ફરજ  બજાવે છે. પોતાને છ માસનો ગર્ભ હોવા છતાં પોતાના વિસ્તારમાં ખડેપગે રહીનેપોતાની ચિંતા કર્યા વગર કોઈ પણ પ્રકારની આરોગ્ય સેવાઓમાં  ઉણપ ન આવે તે માટે પોતાના વિસ્તારમાં ખડે પગે રહી આરોગ્યની કામગીરીમાં  ફરજ બજાવી રહી છે. તેઓ કહે છે કે આ જ કપરો સમય છે અને તેમાં મારી વ્યક્તિગત કોઇ તકલીફને મારે મારા મન પર લેવી ન જોઇએ. મને છ માસનો ગર્ભ છે પરંતુ દેશ માટે મારી પહેલી ફરજ છે અને તે હું નિભાવીશ જ.

Leave a Response

error: Content is protected !!