રાજનીતિ

મોરબી દેખાડી દેશે ચીનને દિવસે તારા, રમકડા અને ઘડિયાળ ઉદ્યોગને બનાવશે વૈશ્વિક બ્રાંડ

547views

મોરબીના ઉદ્યોગકારોએ હવે આત્મનિર્ભર બનવા માટે સંગઠન બનાવ્યું છે. જેમાં મોરબીના ઘડિયાળ, ઇલેક્ટ્રોનિક્સ અને રમકડાં જેવા ઉદ્યોગોએ મોરબીની જ સ્કીલનો ઉપયોગ કરી વિશ્વની ખ્યાતનામ બ્રાન્ડ્સને વેચાણ કરવાનો નિર્ધાર કર્યો છે. મોરબીમાં આમ તો રમકડાં ઉદ્યોગ નથી, પરંતુ રમકડામાં જરૂરી એવા પ્લાસ્ટિક મોલ્ડ અને અન્ય રો મટિરિયલ કે જે ચીનથી આવે છે, તે હવેથી મંગાવવાની જરૂર નહીં રહે. મોરબીના ઉદ્યોગકારો એ સ્થાનિક સ્તરે જ બનાવી આપી જે તે વિશ્વવિખ્યાત બ્રાન્ડને વેચશે.

રમકડાની સાથે ઘડિયાળ ઉદ્યોગમાં પણ આત્મનિર્ભર

હાલમાં ભારત દેશમાં જેટલી વોલ કલોક બને છે તેમાંથી અંદાજે ૯૦ ટકાથી વધુ વોલ કલોક વર્ષોથી મોરબી શહેર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા નાના મોટા યુનિટમાં બને છે. જો કે, આ ક્લોકનું હાર્ટ એટલે કે મશીન અત્યાર સુધી ચાઈનાથી આવતું હતું પણ હાલમાં મોરબી નજીક આવેલ સોનમ કલોક કંપની દ્વારા ઘડિયાળના હાર્ટ એટલે કે મુમેન્ટનું પ્રોડક્શન શરૂ કરી દેવામાં આવ્યું છે અને ધીમેધીમે કરતા ભારતનું ૩૦ ટકા જેટલું માર્કેટ આ કંપની દ્વારા સર કરી લેવામાં આવ્યું છે. પરંતુ હાલમાં ઘણા કારખાના બંધ હોવાથી મુમેન્ટની માંગ ઓછી છે જો કે, ચાઈનાથી આવતા મુમેન્ટમાં કોઇપણ પ્રકારની ગેરંટી આપવામાં આવતી નથી તેની સામે આ કંપની દ્વારા મશીનમાં ગેરંટી આપવામાં આવે છે.

હવે ચીન નહિ પણ મોરબીની થશે બોલબાલા.. કારીગરો તો છે બસ લોકલને ગ્લોબલ બનાવવાનું છે

મોરબીના વિશ્વ વિખ્યાત ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલની આગેવાનીમાં એકઠા થયેલા 150 થી વધુ ઉદ્યોગકારોએ એવી સંમતિ આપી છે. મોરબી આજે ઘડિયાળ, કેલ્ક્યુલેટર, રમકડાં જેવા ઉદ્યોગોમાં ચીનને  ટક્કર આપી રહ્યું છે. જે અંતર્ગત આ ઉદ્યોગકારોએ ભારતની તથા વિદેશની ઇલેક્ટ્રોનિક્સ તથા રમકડાં બનાવતી કંપનીઓનો સંપર્ક કર્યો છે. જેમાં સેમસંગ, એલજી, ફિલિપ્સ અને હિટાચી જેવી 35 કંપનીઓને જરૂરિયાત મુજબ પ્લાસ્ટિક પાર્ટ્સ, કમ્પોનન્ટ તથા સર્કિટ બનાવી આપવાની ઓફર કરી છે. વડાપ્રધાન કાર્યાલય, રોડ-ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી તથા કોમર્સ મિનિસ્ટ્રીને પણ પત્ર લખી આ ઉત્પાદન માટે મોરબી તૈયાર હોવાનું જણાવ્યું હતું.

Leave a Response

error: Content is protected !!