Corona Update

આલેલે…પાકિસ્તાનની આખી ક્રિકેટ ટીમ કોરોના પોઝિટિવ, થોડા દિવસ પહેલા આફ્રિદીને થયો હતો કોરોના

1.17Kviews

ઇંગ્લેન્ડ પ્રવાસના ગણતરીના દિવસો પહેલાં જ પાકિસ્તાન ક્રિકેટની આખી ટીમ કોરોના પોઝિટિવ થઈ ગઈ છે. એક પછી એક તેના બધા ખેલાડીઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. મંગળવારે વધુ 7 પાક. ખેલાડીઓ કોરોના પોઝિટિવ જણાયા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના વધુ ખેલાડી સંક્રમિત થયાની પુષ્ટિ આપી છે. સોમવારે પણ ત્રણ ખેલાડીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

  • 28 જૂનથી પાક. ટીમનો ઇંગ્લેન્ડનો પ્રવાસ થઇ રહ્યો છે
  • સોમવારે 3 અને મંગળવારે બીજા 7 ખેલાડી સંક્રમિત જણાયા
  • મુહમ્મદ હાફિઝ, વહાબ રિયાઝ, ફખર જમાનનો પણ સમાવેશ

શોએબ મલિક અને વકાર યુનુસના ટેસ્ટ લેવાયા

ખેલાડીઓ ઉપરાંત પાક. ટીમના મસાજર મલંગ અલીનો રિપોર્ટ પર પોઝિટિવ આવ્યો છે. જ્યારે શોએબ મલિક, ફિઝિયોથેરાપિસ્ટ ક્લિફ ડેકન અને કોચ વકાર યુનુસનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે. તેમનો રિપોર્ટ આવવાનો હજુ બાકી હોવાનું પીસીબીએ જણાવ્યું હતું.

Leave a Response

error: Content is protected !!