વિકાસની વાત

કોંગ્રસ દિલ્હી માં EVM પાછળ રોવા રહ્યું ત્યાં મધ્યપ્રદેશમાં 7 ધારાસભ્ય ગુમ.. !!

192views

પરિક્ષામાં આવડતા હોય તે જ પ્રશ્ન બાકી રહી જાય તો કેવું થાય. ? તમને જે છોકરી ગમતી હોય તેની સાથે તમારા મિત્રના જ લગ્ન થાય તો કેવુ થાય  ?  અત્યારે એવી હાલત કોંગ્રેસની છે. લોકસભામાં હારી ગયા છે તેવુ સ્વીકારવાને બદલે કોંગ્રેસ  હાય ઈવીએમ… હાય વીવીપેટ  કરી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસના હાથમાંથી મધ્યપ્રદેશ અને કર્ણાટક છટકી ના જાય.

આ કોંગ્રેસને પણ એક સાંધે ત્યાં તેર તુટે તેવી પરિસ્થિતી છે. આજે જેટલુ ઈવીએમ પર રિસર્ચ કરે છે તેટલુ અધ્યક્ષ શ્રી પર કર્યુ હોય તો ધારાસભ્યને બાંધીને ના રાખવા પડત. હાલ મધ્યપ્રદેશના ધારાસભ્યની પાંચેય આંગળી ઘીમાં હશે. દરેક ધારાસભ્યન સ્વપ્ન જુએ છે કે કાશ હું પણ મધ્યપ્રદેશનો ધારાસભ્ય હોત તો..

કમલનાથજીને અત્યારે ગુડ મોર્નિંગના મેસેજની જરૂર છે કારણ કે રોજ સવારે ઉઠીને બ્રશ કર્યા પહેલા તમામ ધારાસભ્યો છે કે નહિ ચેક કરવાના હશે. જો કે જીવન મોહ માયા છે પૈસાથી કોઈ સુખી નથી થયુ તેવા મેસેજ ફોર્વડ કરવાની જરૂર છે.

હવે સમજાયુ કે કોંગ્રેસને ઈવીએમ પર ભરોસો કેમ નથી. જે પાર્ટીને પોતાના ધારાસભ્ય પર ભરોસો ના હોય તે ઈવીએમ પર શું ભરોસો કરવાનું હતુ. આવતીકાલે કોંગ્રેસ એમ  ના કહી દે કે અમને દેશની જનતા પર પણ ભરોસો નથી. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની જીત થઈ ત્યારે ઈવીએમ ઠીક હતું હવે વીવીપેટને પેટમાં દુખાવો શરૂ થયો છે. કોંગ્રેસને  ઈવીએમ અને વીવીપેટની માળા છોડીને મધ્યપ્રદેશ કર્ણાટક  અને મધ્યપ્રદેશ બચાવવાની જરૂર છે.

error: Content is protected !!