રાજનીતિ

મુંબઈમાં મેઘતાંડવ : ખુશીઓના વાદળ મુશ્કેલી પણ લાવ્યા,મુંબઈકર ખુશ મુસાફરોમાં હાલાકી

125views

અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે સોમવાર રાતથી મુંબઈમાં ભારે વરસાદ પડ્યો. વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા. વરસાદને કારણે ટ્રેન તેમજ હવાઈયાત્રા પણ પ્રભાવિત થઇ છે. એરપોર્ટ પર વિઝીબીલીટી ઓછી હોવાના કારણે થાઈ એરવેઝનું પ્લેન રનવે પર લાઈટ સાથે અથડાયું તો કરંટ લાગવાથી બે બાળકોના મૃત્યુ થયા છે.

સોમવાર રાતથી શરૂ થયો વરસાદ
એક બાજુ દિલ્હી સહીત સમગ્ર ઉત્તર ભારત ગરમીથી ત્રસ્ત બન્યું છે તો બીજી બાજુ મુંબઈમાં સોમવાર રાતથી શરૂ થયેલા વરસાદને કારણે ગરમીથી ત્રસ્ત થયેલા મુંબઈગરોને રાહત મળી છે. વરસાદ પડવાથી દર વર્ષની જેમ મુંબઈના ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો હેરાન થયા છે. હવામાન વિભાગ અનુસાર મંગળવારે પણ મુંબઈમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે જેના પગલે સ્થાનિક તંત્ર અને પોલિસ સતર્ક બન્યા છે. પોલીસે આ નાગે એડવાઇઝરી પણ જાહેર કરી છે. મુંબઈમાં વરસાદ પડવાથી ગરમીથી રાહત મળી તો સથે ટ્રેન અને હવાઈયાત્રાને પણ અસર થઇ.

 

 

ટ્રેન-હવાઈયાત્રાને અસર, ૧૧ ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ
મુંબઈમાં વરસાદને કારણે ટ્રેન તેમજ હવાઈયાત્રાને અસર થઇ છે. રેલ્વે ટ્રેક પાણીમાં ગરકાવ થઇ જતા લોકલ ટ્રેનો ધીમી ચાલી રહી છે. તો વરસાદના કારણે હવાઈયાત્રાને પણ અસર થઇ છે જેને એરપોર્ટ પર વિઝીબીલીટી ઓછી હોવાના કારણે છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પરથી ૧૧ ફલાઈટોને ડાયવર્ટ કરવામાં આવી છે. ઈન્ટરનેશનલ ફલાઈટોને મુંબઈથી દિલ્લી ડાયવર્ટ કરી છે.

થાઈ એરવેઝનું વિમાન લાઈટ સાથે અથડાયું
મુંબઈમાં વરસાદને કારણે એરપોર્ટ પર વિઝીબીલીટી ઓછી થઇ જતા મોટી દુર્ઘટના થતા ટળી. મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઇ રહેલું થાઈ એરવેઝનું વિમાન રનવે પર લાઈટ સાથે અથડાયું. જેના કારણે વિમાનનો કેટલોક ભાગ ક્ષતિગ્રસ્ત થયો. આ ઘટના બાદ મુંબઈ એરપોર્ટ પર વિમાનોનું આવાગમન બંદ કરવામાં આવ્યું હતું.

કાંદીવલીમાં કરંટ લાગવાથી બે બાળકોના મોત
મુંબઈના કાંદીવલી વિસ્તારમાં વરસાદમાં નાહી રહેલા બે બાળકો લોખંડની સીડીને અડકતા તેમને કરંટ લાગ્યો હતો. વરસાદના કારણે લોખંડની સીડીમાં કરંટ વહેતો હતો જેના કારણે તેને અડકવાથી બંને બાળકોનું ઘટના સ્થળે મોત થયું હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ મુંબઈમાં આગામી સપ્તાહમાં ભારેથી અતિભારે વરસાદ આવવાની શક્યાતો છે. ઘણા મુંબઈકર ખુશ છે તો મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

વરસાદમાં મજા માણતાં બાળકો

Leave a Response

error: Content is protected !!