વિકાસની વાત

મુખ્યમંત્રીની મહત્વપુર્ણ પ્રોજેક્ટ અંગે બેઠક

88views

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી.આ  બેઠકમા રાજ્યના મહત્વપૂર્ણ રેલ્વે પ્રોજેકટસની સર્વગ્રાહી સમીક્ષા કરવામા
આવી હતી. જેમા નાયબ મુખ્યમંત્રીશ્રી સહિત રેલ્વે-રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યાં હતાં. ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર પ્રોજેકટ ર૦ર૧ ડીસેમ્બર પહેલાં પૂર્ણ થઇ જશે જેનો પ્રથમ તબક્કો માર્ચ-ર૦ર૦માં કાર્યરત થશે

વિશ્વ પ્રવાસન ધામ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયાને વડોદરા સાથે રેલ્વે કનેકટીવીટીથી જોડવાના પ્રોજેકટ માટે રાજ્ય સરકારનો જમીન સંપાદન માટે સંપૂર્ણ સહયોગ
વડોદરામાં દેશની પ્રથમ રેલ્વે યુનિવર્સિટી માટે રાજ્ય સરકાર પ૦ ટકા રાહત ભાવે જમીન ફાળવશે  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ રેલ્વે પ્રોજેકટસની સર્વગ્રાહી કામગીરી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી.

આ સંદર્ભમાં બેઠકમાં જણાવવામાં આવ્યું કે, ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોરની સંપૂર્ણ કામગીરી આગામી ર૦ર૧ ડિસેમ્બર પહેલાં પૂર્ણ કરી દેવાશે.

રાજ્ય સરકારે આ પ્રોજેકટ હેતુસર જમીન સંપાદન સહિતની બાબતોમાં સહયોગ કર્યો છે અને હવે આ પ્રોજેકટ ઝડપથી પૂર્ણતા તરફ આગળ ધપી રહ્યો છે. આ પ્રોજેકટનો પ્રથમ તબક્કો માર્ચ-ર૦ર૦માં કાર્યરત થઇ જશે.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ઉપરાંત મુખ્ય સચિવ શ્રી ડૉ. જે. એન. સિંહ, નાણાંના અધિક મુખ્ય સચિવ શ્રી અરવિંદ અગ્રવાલ, મહેસૂલ અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને રેલ્વે બોર્ડના અધ્યક્ષ, મેમ્બર ટેકનીકલ અને ફાયનાન્સ વગેરે અધિકારીઓ આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જોડાયા હતા.

Leave a Response

error: Content is protected !!