જાણવા જેવુ

જાણો ખંત,ખમીર અને ખુમારીભર્યો મુળુભા માણેકનો ઈતિહાસ અને વાંચો ‘માણેક રાસો’ના દુહા

350views

વાઘેર દરબારોમાં ઇતિહાસમાં મુળુ માણેકનું નામ સોનેરી અક્ષરોથી લખાયું છે. તેનું કારણ એ છે કે મુળુ સામૈયાના ભાઇ સાંગા માણેકને દિકરા જોધા માણેકની પરાક્રમી છાંયામાં ઉછર્યો હતો અને પિતા બાપુ માણેકની અને દાદા શાદુર્ર માણેકની વડાઇ ભરી છાંયામાં તેના મનસુબા ઘડાયા હતા. તે જરાક ઉછાછળો જણાતો ત્યારે કાકા જોધા માણેક તેને વડીલ તરીકે સાનમાં લાવતા અને ઘણીવાર મુળુ માણેક જોધા માણેકની પીઢતા ભરી નીતિને નેવે મુકાદી દેવા જેટલું ક્ષત્રિય ખમીર બતાવતો હતો. તે કોઇની ધાેંસરી નીચે રહી કાવા કસુંબા કાઢવામાં તણાઇ જાય એવો પોરસીલો કે વિાલસી ન હતો.
મુળુ માણેકનું વ્યક્તિત્વ એટલું બધું પ્રભાવવાળું હતું કે લોકો કહેતા કે માણેકના કપાળમાં જોગણી બિરાજતી હતી. મુળુ માણેક જ્યાં ત્યાં સૌ તેની છાંયામાં દબાઇ જતા. મોટા મોટા રાજા અને મરાઠા સરદારો તેમન ભલભલા મુત્સદી કારભારીઆે મુળુની શેહમાં સેહલાઇથી નમી પડતા હતા.
મુળુનો બોલ કોઇ ઉથાપિ શકતું નહી, તે જ્યાં ફરતો ત્યાં સદા દરબારી ઠાઠમાં જ રહેતો હતો. અંગ્રેજ લશ્કરી અમલદારો તો એમના ખાનગી પત્ર વ્યવહારમાં આ સરદારને હંમેશ મુળુ ધ બ્રેવના નામથી જ આેળખાતા હતા.
ઇ.સ. 1868 ના મે માસની સાતમી તારીખે આેખામંડળના કહેવાતા રાજા માણેક બરડાની ભૂમિમાં પોતાનો કિંમતી પ્રાણ વટને ખાતર ગુમાવ્યો.

અંગ્રેજોના દાંત ખાટા કરનાર માણેક ત્રિપુટી

ભારત પર અંગ્રેજી હકુમતની હાકડાક વાની તે સમયે જ્યારે સારા સારા દેશીવડા ગુપચુપીથી અંગ્રેજી શાસનને વંશ અને તેની ગુલામી સ્વીકારેલ તેવા સમયે ભારતના પશ્ચિમમાં આવેલ સૌરાષ્ટ્રનું આેખામંડળ(દ્વારકા) તે એક નાનું રજવાડું તે રજવાડાના હિન્દુ વાઘેર આ વાઘેર લોકોએ અંગ્રેજી શાસનની હકુમત સ્વીકારેલ ન હતી. જ્યારે અંગ્રેજી શાસન આેખામંડળમાં પગ મૂકતી ત્યારે તે લોકો તે અંગ્રેજી શાસન વિરૂધ્ધ ઝઝુમતા તે દ્વારકાના સમુદ્રમાં પણ જો અંગ્રેજી શાસનનું વહાણ પ્રવેશ કરતું તોય તે લોકો તેને દંડ કરતા ઇ.સ. 1814 માં જ્યારે એક વહાણ મુંબઇથી કરાચી જવા નીકળેલ ત્યારે તે ત્યાંના વિસ્તારમાંથી પસાર થયેલ અને તે વહાણને આેખામંડળના વાઘેરો દ્વારા દરિયામાં ગરક કરી નાખેલ. અંગ્રેજી સરકાર દ્વારા આ સહન ન થયેલ અને તેણે આેખામંડળ પર 18ર0 માં હુમલો કરેલ. તેમાં આેખામંડળના વાઘેરોએ સામી છાતીએ લડીને તેનો સામનો કરેલ. ત્યારબાદ જ્યારે 37 વર્ષ બાદ નાના સાહેબ પેશવાનો સંદેશો આેખામંડળના રાજવી મુરૂભા માણેકને મળેલ કે ભારતમાંથી અંગ્રેજી શાસનને જળમુડમાંથી ઉખાડીને ફેકવાનું છે તો આ સાંભળીને ક્ષત્રિયવીરો કેમ પાછી પાની કરે આખાય સૌરાષ્ટ્રમાંથી એક માત્ર નાનુ રજવાડુ આ લડતમાં સાથે જોડાયેલ અને 1867 ના વિપ્લવમાં મુરૂભા માણેકની આગેવાની હેઠળ આેખામંડળના વાઘેરો અને આેખામંડળની જનતા સાથે જોડાયેલ. જેમાં મુરૂભા માણેકના કાકા જોધાભા માણેક તેના ભાઇ દેવાભા માણેક, ધનાભા માણેક અન્ય વીર જવાનો આ લડતમાં સાથે જોડાયેલ.

એક સાંધ્ય કાળે મુળુભા માણેક અને તેના 6 સાથીઆે વારછોળા ગામની સીમમાં આરામ કરી રહેલા હતા તેવા સમયે અંગ્રેજ સરકારની ટુકડી, પોરબંદરની ટુકડી, ગાયકવાડ સરકારની ટુકડી, જામલસિંહની ટુકડી તેમ ચારેય બાજુથી ઘેરી વળેલ અને ત્યાં ભડાકાઆે કરવામાં આવેલ, ત્યાં મુરૂભા માણેક અને તેના સાથીઆે નદીના પટમાંથી વારઘોળા ગામના પાદરમાં પહુચે છે ત્યાં ઝાંપામાં સામસામે ફાયરીગ થાય છે અને તે જો મહિનાની સાત તારીખની સંધ્યા સમયે મુરૂભા માણેક અને તેના સાથીઆે વીરગતિ પામે છે.

મુળુ માણેક અને જોધા માણેક ના જીવન નો એક પ્રસંગ ‘માણેક રાસો’

દ્વારકાના વાઘેરોની અંગ્રેજો વિરૂદ્ધની ઉગ્ર લડતની ખુમારીને અને ભગવાન દ્વારકાધિશ પ્રત્યેની તેમની અડગ શ્રદ્ધા, ભક્તિને દર્શાવતુ જુનાગઢ જીલ્લાના રણછોડ બારોટ દ્વારા અત્યારે ખુબજ અલભ્ય એવી પુરાણી ચારણી-બારોટ શૈલીમા લખાયેલુ ‘માણેક રાસો’ એ વીર જોધા માણેક અને મુળૂ માણેકની રણકૌશલ્યનુ ઉત્તમ પુરાવો છે. ‘માણેક રાસો’ મા લખાયેલ એકે એક દૂહા છંદમા ઓખાના વાઘેરોનુ ખમીર જીવંત થઈ ઉઠે છે.! ‘માણેક રાસો’ ના દુહાઓ વિશે એવુ કહેવાય છે કે તેને સાભળીને સ્મશાનમાથી મડદા પણ બેઠા થઈ જાય! એવુ તેમા ઝનુન અને વીરરસ ઠાસો-ઠાસ ભરેલુ છે. સમગ્ર હાલાર (જામનગર) પંથકમા એ વખતે વાઘેરોની જબ્બર પાલી હાલતી, ધાક રહેતી. આ વિસ્તારમા અંગ્રજોએ ક્યારેય શાન્તિથી રહી શક્યા નહોતા બ્રિટીશ સૈન્યને હંમેશા વાઘેર લશ્કરના ગેરીલા હુમલાની ફડક પેઠી રહેતી.
‘માણેક રાસો’ ની પુરાણી ઓરિજીનલ હસ્તપ્રત અત્યારે ખુબજ દુર્લભ છે, અત્યારે માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સીટી અને વડોદરા ગાયકવાડી સરકારના જુના દસ્તાવેજી રેકોર્ડમા ‘માણેક રાસો’ ઉપલબ્ધ છે. જૂનાગઢના રણછોડ બારોટના અત્યારના પરિજનો વારસદારોએ વર્સો પુરાણી અસલ હસ્તપ્રત જીવની જેમ હજુ પણ સાચવીને રાખી છે.! ‘માણેક રાસો’ એ સૌરાષ્ટ યુનિવર્સીટીના પી.એચ.ડી વિભાગમા પણ એક સંશોધન વિષય તરીકે સામેલ છે.

વાંચો કેટલાક ખુમારીભર્યા દુહા 

—–

‘ઘાટી સિંહને ઘેરીઓ, બરડા ન કરીશ બાન

જોધા માણેકને જાળવે , છે ઓખાની ઓમાન.’

—-

‘ઘાટી સિંહને ઘેરીઓ, બરડા ન કરીશ બાન

જોધા માણેકને જાળવે , છે ઓખાની ઓમાન.’

—– 

‘અંગરેજ મુળુએ મારીઓ, એના કાગળ પુંગા કાંચી

અંતરમાં મઢમ ઉદરકે, સૈયર વાતું સાચી.’

—–   

‘ઓખાગઢ કોઈ આવે નહીં, લડવા બાંધે બાર

તે આડી ખાંગે આણ, દીની માણેક દેવલા.’

——

  • સોર્શ : લેખક અનિલ માણેક
  • સમાચાર એનજન્સી
  • દ્વારકા પુસ્તક

Leave a Response

error: Content is protected !!