રાજનીતિ

મેઘરાજા મુંબઈમાં મન મુકીને વરસ્યા.. મુંબઈકર વરસાદથી ખુશ પણ સાથે ટ્રાફિકથી પરેશાન

168views

માયાનગરી મુંબઈમાં ગઈકાલ રાતથી ચોમાસા એ જોર પકડ્યું છે એની સાથે સાથે જ પ્રશાશનના કામ અને એમની વ્યવસ્થાની પોલ પણ ઉઘાડી પડી છે. કાલ સાંજથી થઇ રહેલો મુશળધાર વરસાદે મુંબઈ માં ઠેર-ઠેર પાણી ભરાયા અને ટ્રાફિક ની સમસ્યા ઉભી કરી છે. નાલાસોપારા, ધરાવી, પાલઘર, જેવા વિસ્તારોમાં પાણી ભરાવાથી હાલત વધુ વણસ્યા છે.વરસાદથી મુંબઈ ના જનલોકો ને ગરમી થી તો રાહત મળી ગઈ છે પણ લોકો નું જીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે. અંધેરીમાં ૬૦ વર્ષીય મહિલાનું અને ગોરેગાંવમાં ૨ લોકોનું કરંન્ટના કારણે મૃત્યુ થવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં પ્રશાશને જાણે કે ચોમાસા સામે શરણાગતિ સ્વીકારી લીધી હોય તેમ જોવા મળે છે.

મુંબઈમાં હજી આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદ ની આગઇ કરવામાં આવી રહી છે ત્યારે જોવાનું એ રહેશે કે મુંબઈના લોકો ને હજી કેટલી પરેશાનીનો સામનો કરવો પડે છે? ઠેર-ઠેર ભરાતા પાણી સામે પ્રશાશન પાસે શું વિકલ્પ છે તેની ઉપર પણ પ્રશ્નાર્થ છે.

Leave a Response

error: Content is protected !!