Corona Update

કાઠિયાવાડી એ કાઠિયાવાડી.. જીતી લીધા સૌના દિલ, પોલીસને આપી 18 સેલેબ્રિટી વેનિટી વેન, બીજી 45 વેન પણ આપશે

1.49Kviews

કોરોના વાયરસને કારણે પોલીસકર્મીઑ દિવસ રાત સખત ગરમીમાં ખડે પગે સેવા આપે છે. ત્યારે મુંબઇના કેતન રાવલે મુંબઇમાં કોરોનાના રાષ્ટ્રરક્ષક એવા પોલીસ જવાનોને વાપરવા માટે 18 વેનિટી વેન આપી છે. આ વેનિટી વેન ગુજરાત સરકાર કે ગુજરાત પોલીસને પણ જરૂર હોય તો પોલીસ જવાનો માટે વેનિટી વેન આપવાની તૈયારી બતાવી છે.

  • 45 વેનિટી વેનના માલિક

મૂળ સૌરાષ્ટ્રના ઉના ગામનો યુવાન માત્ર 3000 રૂપિયા લઈને મુંબઇ એક્ટર બનવા ગયો હતો પણ આજે એ 45 વેનિટી વેનનો માલિક બની ગયો છે. ત્યારે આ કોરોનાની મહામારી વચ્ચે દેશને મદદ કરવામાં માટે આ વેનિટી વેન આપી છે. પોલીસકર્મીના પોઇન્ટથી પોલીસ સ્ટેશન એકથી બે કિલોમીટર દૂર હોય છે, જેના કારણે પોલીસ જવાનોને બાથરૂમ જવા કે રેસ્ટ કરવા દૂર સુધી જવું પડે છે ખાસ કરીને મહિલા પોલીસની હાલત ખૂબ ગંભીર બની જાય છે. આ પરિસ્થિતિનો વિચાર કરી મુંબઈ પોલીસના અધિકારીઓ સાથે વાત કરી અલગ અલગ વિસ્તારમાં મારી 18 વેનિટી વેન મૂકી દીધી છે, જેનો પોલીસ જવાનો ઉપયોગ કરી રહ્યા છે. આ દરેક વેનિટિ વાન વોશરૂમ, સોફા, બેડ, એરકન્ડીશન, ટી.વી. સહિતની અત્યાધુનિક સુવિધાઓથી સંપુર્ણ સજ્જ છે.

  • બોલિવૂડ સેલિબ્રિટી પણ આ વેનિટીનો ઉપયોગ કરે છે

બોલિવૂડ સેલિબ્રિટી આ વેનિટીનો ઉપયોગ કરે છે. જેમાં સુનિલ શેટ્ટી, સંજય લીલા ભણશાલી, સન્ની દેઓલ સહિત અનેક બોલિવૂડ સેલેબ્સ સામેલ છે, અને તારક મહેતા કા ઉલટા ચશ્માંથી માંડીને અંબાણી પરિવારને પણ વેનિટી વેન આપેલી છે.

Leave a Response

error: Content is protected !!