વિકાસની વાત

‘નમામી દેવી નર્મદે’ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યા નર્મદા નીરના વધામણાં

89views

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ ડેમ ટોપ પર નિયંત્રણ કક્ષમાં દરવાજા ખોલવા અને પાણી છોડવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.ડેમ ટોપની નિરીક્ષણ દીર્ઘા ખાતે વરસતા વરસાદમાં સરદાર સરોવરમાં લહેરાતા મા નર્મદાના જીવન દાયક અગાધ જળને શ્રીફળ,ચૂંદડી થી પુરોહિતોના પવિત્ર મંત્રોચ્ચારો વચ્ચે વધાવ્યા હતા.

નર્મદાના પુરના પાણીથી સૌની યોજના સૌરાષ્ટ્ર ના ખાલી બંધો, સુજલામ સુફલામ ની કેનલો,મહી,સાબરમતી સહિત નદીઓ,ઉત્તર ગુજરાતના બંધો માં પાણી ભરવામાં આવશે.

ગુજરાતે નર્મદા બંધ ભરીને નેવા ના પાણી મોભે પહોંચાડવાનું અદભુત કામ કર્યું છે.

કેનાલ નેટવર્ક માં મહત્તમ પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના દરવાજા ગઇરાત્રે ખોલવામાં આવ્યા છે.

ગુજરાત સહિત સહભાગી રાજયોને નર્મદા યોજનાના જે વ્યાપક લાભો મળતા થયા એમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ચાવી રૂપ ભૂમિકા છે..એમણે દરવાજા મુકવાની ડેમમાં પાણી ભરવાની મંજૂરી આપી.

 

Leave a Response

error: Content is protected !!