રાજનીતિ

નર્મદા ડેમ ઓવરફ્લો: 2 મહિનામાં અંદાજે 360 કરોડની વીજળીનું ઉત્પાદન,આગામી 2 વર્ષ સુધી બની રહેશે ગુજરાતની જીવાદોરી

93views

ચાલુ વર્ષે ભારે વરસાદને પગલે પ્રથમ વખત નર્મદા ડેમ તેની ઐતિહાસિક 138 મીટરની સપાટીએ પહોંચ્યો હતો. ડેમમાં પાણીની આવક થતાં 2 મહિનામાં અંદાજે 360 કરોડની વીજળીનું ઉત્પાદન થયું છે. અને આગામી 2 વર્ષ સુધી ગુજરાતને સિંચાઇ અને પીવાનું પાણી મળતુ રહેશે. હજુ પણ નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે. 9 ઓગસ્ટના રાત્રીના જ્યારે પાણીની આવક વધી ગઇ હતી અને 8થી 10 લાખ ક્યૂસેક પાણી આવ્યું હતું. જેને પગલે ડેમની સુરક્ષાને લઈને 6 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે.

રોજનું 3,000 મેગા વોટ વીજળી ઉત્પાદન:

 

નર્મદા ડેમમાંથી સતત પાણી છોડવામાં આવે છે. જેને 60 દિવસ પૂર્ણ થયા છે. આ 60 દિવસમાં આસરે 80 લાખ ક્યૂસેક પાણી નર્મદામાં વહી ગયું છે. આ 60 દિવસમાં સતત રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ પણ ધમધમી રહ્યા છે. આ બંને પાવર હાઉસો રોજનું 3,000 મેગા વોટ વીજળી ઉત્પાદન કરે છે. એટલે કે રોજની અંદાજિત 6 કરોડની રોજની વીજળી ઉત્પાદન થઇ રહી છે.

ડેમમાં 88,951 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે

અત્યારે સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી 130.40 મીટર છે. ડેમમાં 88,951 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જયારે ડેમના 5 દરવાજા ખોલીને 96,781 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન R.B.P.H -ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા 29,460 મેગાવોટ વીજ ઉત્પાદન થયું છે. જ્યારે C.H.P.H-કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ 50 મેગાવોટના યુનિટો મારફત છેલ્લા 24 કલાક દરમિયાન 1,874 મેગાવોટનું વીજ ઉત્પાદન નોંધાયું છે.

Leave a Response

error: Content is protected !!