રાજનીતિ

“નર્મદાનદીની કાયાકલ્પ” વન વિભાગ તેમજ અન્ય વિભાગો દ્વારા યોજાઈ સંપર્ક સલાહકાર બેઠક

101views

ઉષ્ણ કટિબંધીય વન સંશોધન સંસ્થા જબલપુર દ્વારા રાજ્ય અને કેન્દ્રના વિવિધ વિભાગો સાથે નર્મદા નદીની કાયાકલ્પ કરવા ગાંધીનગર ખાતે રાજયકક્ષાની સંપર્ક સલાહકારી બેઠક યોજાઇ.

યોજાયેલ સલાહકારી બોર્ડની કાર્યશાળા બેઠકમાં ભારતીય વન સેવા અધિકારી અને અગ્ર વન સંરક્ષણ અધ્યક્ષ દિનેશકુમાર શર્માએ જણાવ્યું હતું કે,નર્મદા નદીએ જીવાદોરી છે તે માનવી સહિત વનસ્પતિ તેમજ પ્રાણીઓની પણ જીવનઆધાર સમાન છે.માટે નર્મદા નદીની કાયાકલ્પ કરવા અધિકારીઓ સાથે નાગરિકોનો સક્રિય સહયોગ જરૂરી છે.સાથે નાગરિકો પાણીનું મહત્ત્વ સમજી આ યોજનામાં સહયોગ આપે તેવી અપીલ કરી અને વિકાસની સાથે સાથે પર્યાવરણના જતન અને સંરક્ષણ પર ભાર મુકતા ઇકોલોજીકલ અને આર્થિક બાબતોને પણ ધ્યાનમાં લેવા પણ અપીલ કરી હતી.

આ ઉપરાંત  બેઝીન વિસ્તારમાં 8,326 ચોરસ કિલોમીટરમાં વનીકરણ, જમીન અને જળ સંરક્ષણની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું ડી.જી.રાજેશ્વરે જણાવ્યું હતું.

ભારતીય વન સેવાના અધિકારી આરાધના શાહુને રાજ્યના વન વિભાગ દ્વારા રાજ્યના નોડલ અધિકારી તરીકે નિમણુંક કરાઈ હતી. જેઓ જબલપુર વન સંશોધન સંસ્થાના સંપર્કમાં રહી યોગ્ય કાર્યવાહી કરશે.

આ કાર્યશાળામાં રાજ્યોના વન વિભાગ, રાજ્ય વિભાગ ,સેન્ટ્રલ વોટર કમિશન,રીસર્ચ એન્ડ મેનેજમેન્ટ તેમજ હવામાન વિભાગ સહિત અલગ-અલગ વિભાગોના અધિકારીઓ ખાસ  બેઠકમાં ઉપસ્થિત રહી ચર્ચા વિચારણી કરી હતી.

Leave a Response

error: Content is protected !!