Corona Update

લોકડાઉનમાં સૌથી મોટી છૂટ : નાના દુકાનદારો માટે આજથી લોકડાઉનમાં રાહત, ગૃહ મંત્રાલયે આપી છૂટછાટ

1.61Kviews
  • આજથી  રહેણાંક દુકાનો ખોલી શકાશે: કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો મોડી રાત્રે પરિપત્ર
  • આવશ્કય કે બિન- આવશ્કયક તમામ વસ્તુની દુકાન આજથી ખોલી શકાશે
  • મોલમાં હોય એવી દુકાનો નહીં ખોલી શકાય
  • બજારમાં આવેલા મોટા કમર્શિયલ કોમ્પ્લેક્સની દુકાનો પણ નહીં ખુલે
  • નિયમોને આધિન, માસ્ક સાથે વેપારીઓ કરી શકશે વેપાર
  • શહેરી વિસ્તાર (મહાનગરપાલિકા અને નગરપાલિકા ) ની અંદર આવેલ દુકાનો જે એક માત્ર દુકાન હોય, આડોશ પાડોશની દુકાનો (નેબરહુડ શોપ), રહેણાંક કૉમ્પ્લેક્સ ( બિલ્ડિંગ)માં આવેલ દુકાનો ચાલુ કરી શકાશે
  • શોપિંગ કૉમ્પ્લેક્સમાં હોય તે નહિ ખુલી શકે.
  •  સિંગલ (એક) બ્રાન્ડ ધરાવતો મોલ કે પછી મલ્ટી (અનેક) બ્રાન્ડ ધરાવતો મોલ હજુ શરૂ નહિ થાય

શુક્રવારે મોડી રાત્રીના કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લોક ડાઉનમાં છૂટછાટ આપતો વધુ એક પરિપત્ર બહાર પાડ્યો છે. હજુ થોડા દિવસો પેહલા ઇલેક્ટ્રિક પંખા તથા વિદ્યાર્થીઓ માટે પુસ્તકો વહેંચતી દુકાનો ખુલી રાખવા માટેની છૂટ આપી હતી. ત્યારબાદ શુક્રવારે મોડી રાત્રીના દુકાનો માટેનો પરિપત્ર આવ્યો છે.

શું તમામ પ્રકારની દુકાનોને ખોલવાની પરવાનગી મળી છે?

હા, હવે દૂધ, ફળ, રાશન જેવી આવશ્યક સામગ્રી ઉપરાંત બિનઆવશ્યક સામાનની દુકાનોને પણ ખોલી શકાશે. જોકે, આ માટે સરકારે કેટલીક શરતો નક્કી કરી છે. શહેરી વિસ્તાર (મહાનગરપાલિકા અને નગરપાલિકા ) ની અંદર આવેલ દુકાનો જે એક માત્ર દુકાન હોય, આડોશ પાડોશની દુકાનો (નેબરહુડ શોપ), રહેણાંક કૉમ્પ્લેક્સ ( બિલ્ડિંગ)માં આવેલ દુકાનો ચાલુ કરી શકાશે. શોપિંગ કૉમ્પ્લેક્સમાં હોય તે નહિ ખુલી શકે. આ ઉપરાંત સિંગલ (એક) બ્રાન્ડ ધરાવતો મોલ કે પછી મલ્ટી (અનેક) બ્રાન્ડ ધરાવતો મોલ હજુ શરૂ નહિ થાય.

 દુકાન ખોલવા માટે જરૂરી શરતો કઈ છે?
સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી બનશે. કોઈ પણ દુકાનમાં 50 ટકાથી વધારે સ્ટાફ કામ કરી શકશે નહીં. તમામે માસ્ક પહેરવું ફરજીયાત છે. કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા રાજ્યના સ્થાપના અધિનિયમ હેઠળ આ દુકાનોની નોંધણી જરૂરી છે.

આ છૂટ આપવા પાછળ શું કારણ છે?

સરકાર ઈચ્છે છે કે નાના કારોબારીઓને નુકસાન ન થાય, લોકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે, ધીમે ધીમે આર્થિક પ્રવૃત્તિઓમાં ગતિ આવે. શનિવારે રમઝાનની શરૂઆત પણ તેની પાછળનું એક કારણ માનવામાં આવે છે.

Leave a Response

error: Content is protected !!