રાજનીતિ

લેબર કોડ બિલ રાજ્યસભામાં પાસ : 50 કરોડ મજૂરોના આવશે ‘અચ્છે દિન’

197views

રાજ્યસભામાં શુક્રવારે લેબર કોડ બિલ પાસ કરવામાં આવ્યુ હતુ. આ બિલ પાસ કરવાની તરફેણમાં 85 મતો પડયા હતા જ્યારે વિરોધમાં માત્ર 8 મતો પડ્યા હતા. મોદી સરકાર લોકસભામાં લેબર કોડ બિલ પસાર કરી ચૂકી છે. ત્યારે હવે રાષ્ટ્રપતિની સહી પછી એ કાયદો બનશે.

આ બિલને સમય સાથે સુસંગત અને પારદર્શક બનાવવા માટે લઘુતમ વેતન અને બોનસને લગતા જૂના મંજૂર થયેલા કાયદાઓ આ બીલમાં મર્જ કરવામાં આવ્યા છે. આ સાથે દેશભરમાં લઘુતમ વેતનવાળા પુરુષોની જેમ મહિલાઓને સમાન વેતન આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 40 જૂના મંજૂર કાયદાને મંજૂર કોડમાં મર્જ કરવાની સરકારની આ પહેલ છે. બીલના વધુ ત્રણ કોડ હજુ લાવવાના બાકી છે.

50 કરોડ રોજગારોને ન્યૂનતમ અને સમયસર વેતન મંજુરી આપવામાં આવી છે. શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારે બિલ પર બોલતા કહ્યું હતું કે આ એક ઐતિહાસિક બિલ છે. જેમાં 50 કરોડ કામદારોને લઘુતમ અને સમયસર વેતનને કાયદાકીય સુરક્ષા આપવામાં આવી છે. વેતન કોડ બિલ 2019 દ્વારા વેતન કાયદા બિલ 1936, મિનિમમ વેતન એક્ટ 1948, બોનસ એક્ટ 1965 અને યુનિફોર્મ એમોલ્યુમેન્ટ્સ એક્ટ, 1976ને મર્જ કરવામાં આવ્યું છે.

દરેક મજૂરનો લઘુતમ વેતન મેળવવાનો અધિકાર છે એવું સરકાર ઈચ્છી રહી છે. સ્થાયી સમિતિના 24 માંથી 17 સૂચનો બિલમાં શામેલ કરવામાં આવ્યા છે. લઘુતમ વેતનનો મૂળ દર ત્રિપક્ષીય સમિતિ દ્વારા ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓ, નિયોક્તા અને રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. જો જરૂરી હોય તો ટેક્નિકલ સમિતિની રચના કરવાનો પણ સમિતિને અધિકાર છે. લઘુતમ વેતન મેળવવો એ દરેક મજૂરનો અધિકાર છે. આ બિલ દ્વારા તમામ ક્ષેત્રના કામદારોને માસિક, સાપ્તાહિક અથવા દૈનિક ધોરણે નિશ્ચિત તારીખે ચૂકવણી કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. ભાજપના ભૂપેન્દ્ર યાદવે આ બિલની જોરદાર હિમાયત કરી હતી. તેમણે કહ્યું કે આ કાયદો કામદારોના ભલા માટે લાવવામાં આવ્યો છે. જેમાં દસ મોટા સુધારા કરવામાં આવ્યા છે. મહિલાઓ માટે પુરુષોને સમાન વેતન આપીને લિંગ ભેદભાવ દૂર કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે વેતન કોડ બિલ પહેલીવાર 2017માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જ્યાંથી તેમને સ્થાયી સંસદીય સમિતિને સમીક્ષા માટે મોકલવામાં આવ્યું હતું. સમિતિએ ડિસેમ્બર 2018માં તેનો અહેવાલ આપ્યો હતો. પરંતુ 16મી લોકસભાના વિસર્જનને કારણે બિલ પસાર થયા વગર અટકી ગયું હતું. લોકસભાની ચૂંટણીઓ પછી સરકારે લોકસભા અને ત્યારબાદ રાજ્યસભાથી આ નવુ બિલ પસાર કર્યું છે.

Leave a Response

error: Content is protected !!