Corona Update

આ છે ગુજરાતની તાકાત : અમદાવાદમાં માત્ર 48 કલાકમાં જ દેશનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર કાર્યરત

443views
  • ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં દેશનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર, માત્ર 48 કલાકમાં કાર્યરત કરાયું
  • AMC કમિશનરે નવા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ સુવિધાની સમીક્ષા કરી
  • હોસ્ટેલમાં ઊભા કરાયેલા કોવિેડ કેર સેન્ટરમાં 2 હજાર દર્દીઓ રહી શકે તેવી વ્યવસ્થા
  •  દર્દીઓ માટે ફ્રી વાઇફાઇ, પર્સનલ કીટ, ટીવી, રીડિંગ રૂમ, ઇન્ડોર ગેમ્સ, લાયબ્રેરી સહિતની સુવિધા

  ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર વધી રહ્યો છે ત્યારે સરકાર અને તંત્ર તૈયારી કરવામાં કઈ જ કસર બાકી નથી રાખી રહ્યુ. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે અને અમદાવાદમાં ભવિષ્યમાં કેસમાં વધારો થવાની પુર્ણ શક્તાઓ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માત્ર 48 કલાકમાં દેશનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં ઊભું કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી.
દર્દીઓને સુવિધાઓ અપાશે
એક સાથે 2000 દર્દીઓ રહી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જે પોઝિટિવ દર્દીઓને અહીંયા રાખવામાં આવશે. તેઓની ખાસ તકેદારી રાખવામાં આવશે. દર્દીઓ માટે ફ્રી વાઇફાઇ, પર્સનલ કીટ, ટીવી, રીડિંગ રૂમ, ઇન્ડોર ગેમ્સ, લાયબ્રેરી સહિતની સુવિધા આપવામાં આવશે.
મેડિકલ ટીમના સભ્યો માટે 14 દિવસ રહેવા સુવિધા
24 કલાક મેડિકલ ટીમ સેન્ટરમાં કાર્યરત રહેશે. મેડિકલ ટીમના સભ્યો માટે પણ 14 દિવસ સુધી રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓને બાદમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. 48 કલાકમાં ઊભા કરવામાં આવેલા આ કેર સેન્ટરમાં દર્દીઓનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!