રાજનીતિ

નવજોતસિંહ સિદ્ધુએ મંત્રીપદેથી સંકેલી પોતાની પારી,એક મહિના પછી કર્યો રાજીનામાંનો ખુલાસો

105views

નવજોત સિધ્ધુએ મંત્રીપદ પરથી આપ્યું રાજીનામું

પંજાબની કેપ્ટન અમરિંદર સરકારમાં કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિધ્ધુએ પોતાના મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.. સિધ્ધુએ પોતાનું રાજીનામું કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સુપરત કર્યું છે..

નવજોતસિંહ સિદ્ધુએ રવિવારે એક ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી.. સિદ્ધુએ જણાવ્યું હતું કે, તેઓએ પોતાના મંત્રીપદ પરથી રાજીનામું ગત ૧૦ જુનના રોજ જ આપી દીધું હતું, પરંતુ આ અંગે ખુલાસો આજે કરી રહ્યો છે.. મહત્વનું છે કે, લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસને ઓછી સીટ મળતા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે
આ હારનું ઠીકરું નવજોતસિંહ સિદ્ધુ પર ફોડ્યું હતું અને પાર્ટી હાઈ કમાન્ડને તેઓ વિરુધ કાર્યવાહી કરવા માંગ કરી હતી..

Leave a Response

error: Content is protected !!