Corona Update

મેક ઈન ગુજરાત : નવસારીના આ દરજીએ તો કમાલ કરી, કોરોનાથી બચાવતા પીપીઈ શુટ ઘરબેઠા બનાવે છે

1.05Kviews
  •  નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના પ્રશાંતભાઇ ટેલરે બીડું ઝડપ્યું 
  • ગુજરાતમાં ના થવા દીધી પીપીઈ શુટની અછત 
  • હાલ કુલ ૪૦ હજાર શુટ બનાવવાના ઓર્ડર છે
  • દરરોજના ૨૫૦ જેટલા પીપીઇ શુટ તૈયાર કરાઈ રહયાં છે
  • જેના માટે અત્યારે ૧૫ થી ૧૭ કારીગરો કામ કરી રહયા છે

કોરોના વાઈરસથી બચવા માટે નર્સ અને ડોક્ટર ખાસ પ્રકારના પીપીઈ શુટ એટલે કે પર્સનલ પ્રોટેકશન ઈકવીપમેન્ટ પહેરે છે. જો આ શુટ ના હોય તો ડોક્ટર કોરોના વાર્ડમાં પણ જઈ શકતા નથી. આ પ્રકારના શુટની હાલ ગુજરાતમાં અછત ના થાય અને ગુજરાતને બીજા ક્યાંયથી આયાત ના કરવી પડે તે હેતુથી નવસારીના એક દરજીએ કમાલ કરી દીધી છે.

મેક ઈન ગુજરાતનું ઉત્તમ ઉદાહરણ

પર્સનલ પ્રોટેકશન ઈકવીપમેન્ટની જરૂરિયાતને પુરી કરવા નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના પ્રશાંતભાઇ ટેલરે બીડું ઝડપીને કોરોનાને માત આપવામાં મોટો ભાગ ભજવી રહયા છે. તેઓએ આ અંગે જણાવ્યું કે, “આરોગ્ય વિભાગ તેમજ વિવિધ જગ્યાઍથી પીપીઇ શુટ બનાવવાના ઓર્ડર મળી રહયાં છે. હાલ કુલ ૪૦ હજાર શુટ બનાવવાના ઓર્ડર છે જેના માટે અત્યારે ૧૫ થી ૧૭ કારીગરો કામ કરી રહયા છે અને દરરોજના ૨૫૦ જેટલા પીપીઇ શુટ તૈયાર કરાઈ રહયાં છે. આ પીપીઇ શુટ સિંગલ લેયરના છે, જેમાં હાથનો પંજો, આંખ અને પગ સિવાયની આખી બોડી કવર થાય છે.”

કોરોના ગ્રસ્ત વ્યક્તિઓની સારવાર દરમિયાન દર્દીનાસીધા સંપર્કમાં આવતા ડોક્ટર અને નર્સને સ્વાસ્થ્ય અને સ્વરક્ષણ માટે પર્સનલ પ્રોટેકશન ઈકવીપમેન્ટ (પીપીઇ) ખુબ જ અગત્યનું છે.

Leave a Response

error: Content is protected !!