રાજનીતિ

રાજ્યસભાનું રમખાણ : કાંધલ જાડેજાના બાઉન્સરમાં કોંગ્રેસ થઈ ક્લિન બોલ્ડ..! જાણો શું કહ્યુ કાંધલ જાડેજાએ

2.75Kviews

રાજ્યસભા ચૂંટણીને લઇને કોંગ્રેસમાં ઝગડો ચરમસીમા પર છે. જેના કારણે ન માત્ર તેનાં ધારાસભ્યો પલાયન થઇ રહ્યા છે પરંતુ સાથી ધારાસભ્યો પણ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. એનસીપીનાં ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા પણ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરતા કોંગ્રેસ માટે વધારે એક ઝટકો સાબિત થયો છે.

રાજ્યસભાની ચૂંટણીના કાવા દાવા વચ્ચે NCPના કાંધલ જાડેજાએ સ્વીકાર કર્યો છે કે, હું ભાજપની સાથે છું, ભાજપ સરકારના રાજમાં મારા મત વિસ્તારના લોકોના કામ થાય છે. અગાઉ પણ મેં BJPને મત આપ્યો છે, તેવી રીતે આ વખતે પણ હું મારા વિસ્તાર માટે ભાજપને જ મત આપીશ. અગાઉ કાંધલ જાડેજાએ ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કરીને જણાવ્યું હતું કે, રાજ્યસભામાં તેઓ ભાજપને મત આપશે. આ સાથે જ તેમણે વધુમાં મારા વિસ્તારના વિકાસના કામને મહત્વ આપીશ તથા હજુ મારે મારા વિસ્તાર માટે ઘણું કરવાનું છે.

બીજી બાજુ રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અગાઉ પણ અવાર નવાર કહી ચૂક્યા છે કે, NCPના MLA કાંધલ જાડેજાએ ભાજપને સમર્થન આપ્યું છે. ગત ચૂંટણીમાં પણ NCP અને BTPએ ભાજપના મત આપ્યા હતા ત્યારે આગામી રાજ્યસભાની ચૂંટણીમાં પણ NCP અમને જ મત આપશે. આ સાથે જ તેમણે ભાજપના ત્રણેય ઉમેદવારનો વિજય સુનિશ્ચિત છતાં કોંગ્રેસ જીત માટે ખોટા દાવા કરી રહી હોવાનું જુઠ્ઠાણું નિવેદન આપી રહ્યા હોય તેવું જણાવ્યું છે.

Leave a Response

error: Content is protected !!