રાજનીતિ

ઘુંટણિયે પડ્યુ ચીન..પૂર્વી લદ્દાખ સહિત અથડામણવાળી જગ્યાએથી સૈનિકો પાછા હટશે

938views
  • સેનાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, બંને દેશોના સૈનિકો પૂર્વી લદ્દાખમાં પીછેહઠ કરશે.
  • સોમવારે ભારતીય અને ચીનના સૈન્ય કમાન્ડર વચ્ચે 11 કલાક લાંબી મેરેથોન બેઠક શરૂ થઈ.

લવાનમાં હિંસક ઝપાઝપીના 7 દિવસ પછી અંતે ભારતના દબાણ આગળ ચીન નમ્યું છે. ગઈ કાલે ચીન સીમામાં આવેલા મોલ્ડોમાં બંને દેશો વચ્ચે લેફ્ટિનન્ટ જનરલ સ્તરની વાતચીત થઈ હતી. સેનાના જણાવ્યા પ્રમાણે, વાતચીત સારા માહોલમાં થઈ અને તેનું પરિણામ પણ સારુ આવ્યું. પૂર્વી લદ્દાખમાં અથડામણ વાળી જગ્યાએથી બંને દેશની સેનાઓએ પાછળ હટવા માટે સહમતી બનાવી છે.

આ દરમિયાન મંગળવારે આર્મી સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે લેહની મુલાકાત માટે રવાના થયા છે. એક દિવસ પહેલાં જ ભારત અને ચીન વચ્ચે મોલ્ડોમાં લેફ્ટિનન્ટ જનરલ લેવલની બીજી મીટિંગ થઈ છે. જનરલ નરવણે અહીં જમીન સ્તરની સીમા સુરક્ષાની માહિતી મેળવશે. તે સાથે જ સેનાની 14 કોર્પ્સના ઓફિસર્સ સાથે થેયલી મીટિંગમાં શું પ્રગતિ આવી છે તે વિશે પણ ચર્ચા કરશે.

બધાની વચ્ચે આર્મી ચીફ નારવણે લેહમાં પહોંચ્યા છે.

Leave a Response

error: Content is protected !!