રાજનીતિ

આજે ભારત-ચીનની બેઠક, જાણો ભારત તરફથી કોણ કરશે વાતચીત ? ચીને બેઠક પહેલા રમ્યો ક્યો દાવ ?

720views

ભારતની તરફથી લે.જનરલ હરિંદર સિંહ કરશે વાતચીત

ભારતીય સેનાના લેહમાં સ્થિત 14 કોર્પ્સના કમાન્ડર લે. જનરલ હરિંદર સિંહ ચીનના સમકક્ષ અધિકારીઓ સાથે વાતચીત કરશે. આપને જણાવી દઇએ કે જનરલ હરિન્દર સિંહ કાઉન્ટર ઇમરજન્સીમાં માહેર મનાય છે. તેઓ લેહના 14 કોર્પ્સના કમાન્ડર છે, જેમને ‘ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. લે. જનરલ સિંહનું યુનિટ સૌથી ખતરનાક ભૂપ્રદેશ, હવામાન અને ઉંચાઇ પર કાર્યરત છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં 14 કોર્પ્સની કમાન સંભાળતા પહેલા લે.જનરલ હરિન્દરસિંહે ઘણા મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે. તેઓ મિલિટ્રી ઇન્ટેલિજન્સ, મિલિટ્રી ઓપરેશન્સ, ઓપરેશનલ લોજિસ્ટિક્સ અને સ્ટ્રેટેજિક મૂવમેન્ટના ડાયરેક્ટર જનરલ રહી ચૂક્યા છે.

ચીન બેઠક પહેલા રમ્યો મોટો દાવ

લદ્દાખમાં તણાવ ઓછો કરવા માટે લેફ્ટનન્ટ જનરલની વાતચીતની બરાબર પહેલા ચીને ભારતને સંલગ્ન વેસ્ટર્ન થિયેટર કમાન્ડના વડાને બદલી નાંખ્યા. નવા કમાન્ડરનું નામ શૂ ચિલિંગ છે. જોકે, ચીને શા માટે આ પગલું ભર્યું તે વિશે સત્તાવાર રીતે કંઇ કહેવામાં આવ્યું નથી. પહેલીવાર એવું બન્યું છે કે ભારત-ચીન સરહદ પર બોર્ડર પર્સનલ મીટિંગ દરમ્યાન થ્રી સ્ટાર જનરલ સામેલ થશે.

ભારતીય સરહદ પર તૈનાત છે ચીનના ચીનની વેસ્ટર્ન થિયેટર કમાન્ડ

ચીનની નવી ચાલથી અટકળોનો નવો દોર શરૂ થયો છે. આપને જણાવી દઇએ કે પીએલએની વેસ્ટર્ન થિયેટર કમાન્ડ ભારતની સાથે 3,488 કિલોમીટર લાંબી વાસ્તવિક લાઇન ઓફ લાઇન (એલએસી) નું રક્ષણ કરે છે. PLAના વેસ્ટર્ન થિયેટર કમાન્ડમાં આર્મી, એરફોર્સ અને રોકેટ ફોર્સ સામેલ હોય છે. પહેલા તેનું નેતૃત્વ જનરલ ઝાઓ જોંગકીના હાથમાં હતું. આવી સ્થિતિમાં બેઠક પહેલા જ કમાન્ડરને બદલી નાંખવાના કેટલાંય પ્રકારના સંકેત આપી રહ્યા છે.

કોરોનાથી ફજેતી, અહીં ઇજ્જત પર ચોટ

LAC પર વિવાદનું કારણ ચીન ભલે લદ્દાથમાં ભારતીય સેનાની તરફથી સરહદનું કથિત ઉલ્લંઘન બતાવી રહ્યું હોય પરંતુ સચ્ચાઇ તેનાથી પર છે. કોરોના વાયરસની ઉત્પત્તિની માહિતી છુપાવાના આરોપમાં ચીન પહેલેથી જ ચારેયબાજુથી ઘેરાયું છે. વર્લ્ડ પાવર બનવાની ચાહતને કોરોનાએ મોટી ઠેસ પહોંચાડી છે.
આવી સ્થિતિમાં નબળા અર્થતંત્ર અને વધતી બેકારીના ડરથી ચીને ભારતીય સરહદ પર તનાવની ચાલ રમી પોતાની પ્રજાને ગુમરાહ કરવાની કોશિષ કરી છે. વર્તમાન સમયમાં યુદ્ધ દૂર દૂર સુધી દેખાતું નથી. એવામાં ચીને ક્યાંક કમર કસી લેવી પડશે નહીં તો તેને મોટી કિંમત ચૂકવવી પડી શકે છે.

Leave a Response

error: Content is protected !!