જાણવા જેવુરાજનીતિ

રામ મંદિર ચૂકાદાની તારીખ નજીક,અયોધ્યામાં 4,000 જવાન તૈનાત

90views

રામજન્મ ભૂમિ અને બાબરી મસ્જિદ કેસના ચૂકાદાની તારીખ નજીક આવી રહી છે તેમ સમગ્ર દેશમાં વાતાવરણ ગંભીર બની રહ્યું છે. વડાપ્રધાનથી લઈને સ્થાનિક તંત્ર સુધી બધાએ સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી શાંતિ જાળવવા લોકોને અપીલ કરી છે. દેશમાં શાંતિ જળવાઈ રહે તે માટે અયોધ્યામાં તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. ચૂકાદા પહેલા અયોધ્યામાં ડ્રોન મારફત નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યોને એડવાઈઝરી જાહેર કરી સૃથાનિક તંત્રને સંપૂર્ણપણે સજ્જ રહેવા તાકીદ કરી છે. વધુમાં કેન્દ્ર સરકારે સીઆરપીએફના 4,000થી વધુ જવાનોને અયોધ્યામાં ખડક્યા છે.

સમગ્ર દેશવાસીઓની નજર સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર છે ત્યારે અયોધ્યામાં સ્થાનિક તંત્ર શાંતિ જાળવવા માટે કટિબદ્ધ છે. કોઈપણ અનિચ્છનીય બનાવને ટાળવા માટે તંત્રે અનેક પીસ કમીટીઓ બનાવી છે.આ સમિતિઓમાં સામેલ લોકોને જિલ્લાના ગામોમાં જઈને લોકો શાંતિ અને પ્રેમ જાળવી રાખવાની અપીલ કરી રહ્યા છે. અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટે  40 દિવસની મેરેથોન સુનાવણી બાદ 18 ઓક્ટોબરે ચૂકાદો અનામત રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ 17મી નવેમ્બરે નિવૃત્ત થવાના હોવાથી આ પહેલાં આ કેસમાં ચૂકાદો આવી જશે.

શું કહે છે સૂત્રો:

કેટલાક સૂત્રોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટ 8મી નવેમ્બરે શુક્રવારની નમાજ પછી બપોરે સાડા ત્રણ વાગ્યે ચૂકાદો આપી શકે છે. ચૂકાદાના બેથી ત્રણ દિવસ પહેલા સુપ્રીમ કોર્ટની ચારે બાજુ બે કિ.મી. વિસ્તારમાં સલામતી વ્યવસૃથા સખત કરી દેવાશે.

બીજીબાજુ કેટલાક લોકોનું માનવું છે કે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની વિશેષ બેન્ચ મંગળવાર એટલે કે 12 નવેમ્બર પછી આ કેસમાં ચૂકાદો સંભળાવશે. એટલે કે 13થી 16 નવેમ્બર વચ્ચે ચૂકાદો આવી શકે છે. કોર્ટના કેલેન્ડર મુજબ કોર્ટમાં 12 નવેમ્બર સુધી રજા છે. પછી કાર્તિક પૂર્ણિમા પછી કોર્ટ 13, 14 અને 15 નવેમ્બરે ખુલશે.16 નવેમ્બરે શનિવાર અને 17મીએ રવિવાર છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ રવિવારે નિવૃત્ત થવાના છે. 18મીએ નવા ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડે નવા ચીફ જસ્ટિસ તરીકે શપથ લેશે. આમ કોર્ટ માટે ચૂકાદો સંભળાવવા 13, 14 અને 15મી તારીખ બચે છે. આ દિવસોમાં અયોધ્યા ઉપરાંત અન્ય કેટલાક મહત્ત્વના કેસોના પણ ચૂકાદા આવવાના છે.

જો ન્યાયાધીશોના અલગ અલગ ચુકાદો આપશે તો શું કરાશે?

પાંચ જજોના મતમાં વધુ તફાવત નહીં હોય અને ટેકનિકલ અવરોધો નહીં હોય તો ચૂકાદો બપોરે 12 વાગ્યા પછી આવશે. મતભેદ ઊંડા હશે તો ચૂકાદો વહેલા પણ આવી શકે છે. ચૂકાદા પછી બે-ત્રણ દિવસ અનામતના રાખવામાં આવી શકે છે, જેથી આ બેન્ચ પુનર્વિચાર અરજીઓ પર વિચાર કરી શકે.જોકે, કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે જજોના મતમાં વધુ તફાવત હોવાથી મોટો ફરક નહીં પડે, કારણ કે જસ્ટિસ રંજન ગોગોઈની નિવૃત્તિ પછી પણ પીઠમાં પાંચમાંથી ચાર જજ યથાવત્ રહેશે. આ પીઠમાંથી જ જસ્ટીસ બોબડે આગામી જસ્ટીસ બની રહ્યા હોવાથી પુનર્વિચાર અરજીઓ આવે તો તે બેન્ચમાં અન્ય એક જજને નોમિનેટ કરીને નવી બેન્ચ સાથે સુનાવણી કરી શકે છે.

Leave a Response

error: Content is protected !!