રાજનીતિ

નેપાળને આંખ ફુટી.. નકશા વિવાદમાં ભારતની માની લીધી વાત… મોદી સરકારની ચાલને મળી સફળતા

2.63Kviews


ભારતના કેટલાક ભાગોને આવરી લેતા નવા નકશાને પ્રકાશિત કર્યા પછી રાજકીય અને રાજદ્વારી સંબંધોમાં અણબનાવ વચ્ચે નેપાળે આ સંદર્ભે સંસદમાં પસાર થનારા ઠરાવને અટકાવ્યો છે. નેપાળે સ્વીકારી લીધુ છે કે તેના નકશામાં ભારતના હિસ્સાઓ હતા. નેપાળના નવા નકશા બાબતે ભારે વિવાદ થયો હતો


ભારતના કેટલાક ભાગોને આવરી લેતા નવા નકશાને આવરી લીધા પછી રાજકીય અને રાજદ્વારી સંબંધોમાં તંગી વચ્ચે નેપાળે એક પગલું ભર્યું છે. હકીકતમાં, નેપાળ દ્વારા દેશના બંધારણમાં બહાર પાડવામાં આવેલા નવા નકશાને ઉમેરવા માટે બંધારણમાં સુધારો કરવાની દરખાસ્ત આજે સંસદમાં થવાની હતી. પરંતુ આ અચનાક નેપાળ સરકારે બંધારણ સુધારણાની કાર્યવાહીને સંસદના એજન્ડામાંથી આજે દૂર કરી દીધી.

બંધારણ સુધારણા બિલ નેપાળના શાસક પક્ષ અને વિપક્ષી પાર્ટી બંનેની પરસ્પર સંમતિથી સંસદના એજન્ડામાંથી હટાવી દેવામાં આવ્યું છે. મંગળવારે નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ નવા નકશા મુદ્દે રાષ્ટ્રીય સંમતિ બનાવવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તમામ પક્ષોના નેતાઓએ ભારત સાથે વાટાઘાટો કરીને કોઈપણ મુદ્દાને હલ કરવા સૂચન કર્યું હતું.

ભારતે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી

નેપાળએ તેના નવા રાજકીય નકશામાં ભારતીય ક્ષેત્ર બતાવતા ભારતે પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રાલયે નેપાળને ભારતની સાર્વભૌમત્વનો આદર આપવા સૂચના આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, “અમે નેપાળ સરકારને આવા કૃત્રિમ કાર્ટગ્રાફી પ્રકાશિત કરવાથી દૂર રહેવાની અપીલ કરીએ છીએ”. ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને પણ માન આપો.

શું હતો મામલો ?

નેપાળ સરકાર દ્વારા એક નવો રાજકીય નકશો બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં ભારતના કલાપાની, લિપુલેખ અને લિમ્પીયાધુરા પણ શામેલ છે. નેપાળના આ સુધારેલા નકશાને ભૂમિ સંસાધન મંત્રાલયે નેપાળ કેબિનેટની બેઠકમાં બહાર પાડ્યું હતું. આ બેઠકમાં હાજર કેબિનેટ સભ્યો દ્વારા સમર્થન મળ્યું હતું

જણાવી દઈએ કે 8 મેના રોજ ભારતે ઉત્તરાખંડની લિપિથી કૈલાસ માનસરોવર માટેના માર્ગનું ઉદ્ઘાટન કર્યું હતું. નેપાળે આ અંગે સખત વાંધો ઉઠાવ્યો હતો. આ પછી, નેપાળે એક નવો રાજકીય નકશો બહાર પાડવાનો નિર્ણય લીધો હતો અને ભારતના ક્ષેત્રોને તેના પોતાના તરીકે દર્શાવ્યા હતા.

Leave a Response

error: Content is protected !!