Corona Update

ગુજરાતના વાલીઓની ચિંતા દુર : સરકારે શરૂ કરી “ઘર એ જ પાઠશાળા” એપ, આવી રીતે કરો ડાઉનલોડ

686views
  • જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરણાથી વિધાર્થીઓ માટે રાજ્યમાં સો પ્રથમ પ્રેરણાદાયી પ્રયોગ
  • ઘર એ જ પાઠશાળા  એપ્લીકેશન થકી શિક્ષણ જીવંત બનશે
  • ધોરણ ૦૩ થી ૦૮ ના વિધાર્થીઓ આનંદ સાથે સ્વમુલ્યાંકન કરી શકે તે માટે નવતર પ્રયોગ

 

મહેસાણા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીની પ્રેરણાથી મહેસાણા જિલ્લાના શિક્ષકો દ્વારા ઘર એ જ પાઠશાળા એપ્લીકેશન તૈયાર કરી છે. જિલ્લાના ધોરણ ૦૩ થી ૦૮ ના બાળકો માટે ખુબજ ઉપયોગી એપ્લીકેશન આજે જિલ્લા  વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ લોન્ચ કરાઇ હતી.

કોરોના વાયરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગ રૂપે જિલ્લામાં લોકડાઉન છે. આ સમયે વિધાર્થીઓ આનંદ સાથે અભ્યાસ કરી શકે તે માટે મહેસાણા જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષક રવિ પટેલ  અને ડો.મિહીર સોલંકી દ્વારા એપ્લીકેશન તૈયાર કરાઇ છે. આ એપ્લીકેશનમાં બાળકોએ કરેલ અભ્યાસ સારી રીતે કરી શકે તે માટે વિગતવાર પ્રશ્નો પણ મુકવામાં આવેલ છે. આ એપ્લીકેશનથી બાળકો આનંદ સાથે પોતાનું સ્વમુલ્યાંકન કરી શકે છે. આ ઉપરાંત બાળકો જાતે પોતાનું પરીણામ જાણી અને ઘર બેઠા ઓનલાઇન ગેમ રમી શકે તે માટે નવતર પ્રયોગ રાજ્યમાં સૌ પ્રથમ મહેસાણા જિલ્લામાં કરાયો છે.

આ એપ્લીકેશન પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે.

જેમાં પ્લે સ્ટોર પરથીhttps://play.google.com/store/apps/details?id=appinventor.ai_Mihir181087.Diet_Meh અને ગુગલ પ્લે પરથી પણ ડાઉનલોડ કરી શકાશે. આ  એપ્લીકેશનમાં પણ આ પીડીએફ સાહિત્યનો સમાવેશ કરવામાં આવેલ છે.મહેસાણા જિલ્લામાં  વાલીઓ પાસે એન્ડ્રોઇડ મોબાઇલ હશે તે વાલીઓ એપ્લીકેશન ડાઉનલોડ કરી તેમના સંતાનને ઘર એ જ પાઠશાળા દ્વારા શિક્ષણ સાથે જ્ઞાન અને આનંદ આપી શકશે

Leave a Response

error: Content is protected !!