રાજનીતિ

ખેલ મહાકુંભના રજીસ્ટેશની તારીખ લંબાવાઈ

173views

રાજ્યમાં ખેલમહાકુંભની રજિસ્ટ્રેશનની તારીખ લંબાવાઈ છે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલુ વર્ષે ખેલમહાકુંભમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરવાની તારીખ લંબાવીને 31 ઓગષ્ટ કરી દેવાઈ છે. 15 જુલાઈથી ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરાઈ હતી. જે 15 ઓગષ્ટ સુધી ચાલવાની હતી. પરંતુ મોટા ભાગની શાળાઓમાં હાલમાં પણ રજીસ્ટ્રેશનની કામગીરી ચાલી રહી હોવાથી રજીસ્ટ્રેશનની તારીખ વધુ 16 દિવસ લંબાવાનો નિર્ણય અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં 33 લાખથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. તેમાં ઓપન એજ ગ્રુપમાં 60 વર્ષથી વધુ ઉંમરવાળા 7641 ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લેવા નામ નોંધાવ્યા છે. જેમાં 2721 મહિલા ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. આ અંગે અમદાવાદ શહેર રમતગમત અધિકારી તેજલબહેન ચૌહાણે જણાવ્યુ હતુ કે આ વર્ષે  રાજ્યભરમાંથી કુલ 45 લાખથી વધુ રજીસ્ટ્રેશન થવાની સંભાવના છે.

Leave a Response

error: Content is protected !!