જાણવા જેવુરાજનીતિ

ભોલેનાથના ભક્તો માટે સારા સમાચાર : કૈલાસ-માનસરોવર યાત્રાના નવા રસ્તાનું લોકાર્પણ, સાત દિવસમાં જ થઈ જશે યાત્રા

1.19Kviews

કૈલાશ માનસરોવરની યાત્રા હવે ખૂબ સરળ બનશે. ઉત્તરાખંડમાં 17 હજાર ફુટની ઉંચાઇ પર લિપૂલેખા-ધારાચૂલા માર્ગ પર શુક્રવારથી શરૂ થઇ ગયો છે. 80 કિલોમીટર લાંબા આ માર્ગનું રક્ષામંત્રી રાજનાથસિંહે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. આ વિસ્તાર ખુબ દુર્ગમ છે. તે સિવાય ચીનની બોર્ડર પણ અહીંથી નજીક છે.

દાયકા જૂનું સપનું સાકાર

ઉદ્ધાટન સમારોહ બાદ રાજનાથે કહ્યું- કૈલાશ માનસરોવર જતા શ્રદ્ધાળુઓ માટે મોટી મુશ્કેલી હવે આસાન બની ગઇ છે. હવે તેઓ ત્રણ અઠવાડિયાની યાત્રા એક જ અઠવાડિયામાં પૂરી કરી લેશે. આ સાથે સ્થાનિક લોકો અને તીર્થયાત્રીઓનું દાયકા જૂનું સપનું પણ સાકાર થઇ ગયું છે. આ રોડ ઘાટિયાબાગડથી શરૂ થાય છે અને લિપૂલેખમાં ખતમ થાય છે. અહીંથી જ કૈલાશ માનસરોવર યાત્રાનો પ્રારંભ થાય છે. રાજનાથે કહ્યું- હવે અહીં આર્થિક વિકાસ પણ ઝડપી બનશે.

આર્મી માટે પણ ફાયદાકારક
આર્મી માટે પણ આ માર્ગનું ખાસ મહત્વ છે. ચીનની બોર્ડર પર સૈનિકોની તૈનાતી અને આપૂર્તિ સરળ બનશે. શુક્રવારે અહીં 9 વાહન રવાના કરવામાં આવ્યા. દરેક ગાડીઓ બીઆરઓ અને ITBPની હતી. પ્રોજેક્ટના ચીફ એન્જિનિઅર વિમલ ગોસ્વામીએ કહ્યું- આ મોટી સફળતા છે. દર્શન બાદ શ્રદ્ધાળુઓ માત્ર એક દિવસમાં દેશમાં પરત આવી શકશે. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરીએ આ માર્ગને તૈયાર કરવા માટે એપ્રિલ 2020ની ડેડલાઇન નક્કી કરી હતી.

23 કિલોમીટરમાં કન્સ્ટ્રક્શન પડકાર હતો
ગોસ્વામી પ્રમાણે, બુંદી વિસ્તાર સુધી 51 કિલોમીટરનો રસ્તો પહેલાથી જ તૈયાર થઇ ગયો હતો. ત્યારબાદ તવાઘાટથી લખનપુરનો ભાગ હતો. આ સૌથી દુર્ગમ અને પડકાર વાળો વિસ્તાર છે. ત્યાં વધારે સમય લાગ્યો. 2008માં આ માર્ગ પર કામ શરૂ થયું હતું. 2013માં ખતમ થવાનો હતો. પરંતુ ખૂબ મુશ્કેલ પહાડી વિસ્તાર હોવાના કારણે કામ મુલતવી થતું રહ્યું. ખાસકરીને નજાંગથી બૂંદી ગામ સુધી. વિમલ કહે છે, 15 કિમી રસ્તાનું કામ અમે બીઆરોની દેખરેખ હેઠળ પ્રાઇવેટ કંપનીથી કરાવ્યું.

Leave a Response

error: Content is protected !!