Corona Update

આવતીકાલથી અમદાવાદ એરર્પોટ ધમધમશે, નિયમો અને ભાડા વાંચી લો

7.7Kviews
  • આવતીકાલ એટલે કે સોમવારથી અમદાવાદ એરપોર્ટ પર સંચાલન ફરી શરૂ થશે.
  • . એરપોર્ટ પર PPE સૂટમાં પાઈલટ અને એરહોસ્ટેસ નજરે આવશે.
  • , એરપોર્ટ પર 50 સેનિટાઈઝર સ્ટેન્ડ લગાવવામાં આવ્યા છે
  • ફ્લાઈટમાં મુસાફરોને ફક્ત પાણી જ મળશે
  • પ્રવાસીઓએ જાતે જ બોર્ડિંગ પાસ સ્કેન કરવાના રહેશે.
  • એક જ ટ્રોલી બેગ રાખવાની મંજુરી

છેલ્લા બે મહિનાથી બંધ અમદાવાદનું એરપોર્ટ સોમવારથી ફરી એક વખત ધમધમતું થઇ જશે. જોકે એરપોર્ટ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે એરપોર્ટ પરનો અનુભવ પહેલા જેવો નહીં રહે. અમદાવાદ એરપોર્ટ અને એરલાઇનોએ મુસાફરો માટે સંખ્યાબંધ ગાઇડલાઇન જાહેર કરી છે અને તકેદારીનાં ભાગરૂપે વ્યવસ્થા પણ કરી છે. તકેદારીનાં ભાગરૂપે ઇન્ડિગો એરલાઇને તો પાઇલટ અને કેબિન ક્રૂને પણ પીપીઇમાં જ ફરજ સોંપવાનું નક્કી કર્યું છે. તો સ્પાઇસજેટે પણ પોતાનાં ગ્રાઉન્ડ સ્ટાફ અને પાઇલટ-કેબિન સ્ટાફ માટે પ્રોટેક્ટિવ ગિયર્સ આપવા નક્કી કર્યું છે. મુસાફરોને મોટેભાગે ફ્લાઇટમાં માત્ર પાણી જ આપવામાં આવશે અને કોઇ પણ પ્રકારનો ખોરાક નહીં અપાય જેથી સ્પર્શ ટાળવામાં આવે. અમદાવાદ એરપોર્ટ પર પણ  ઠેરઠેર નવા સેનેટાઇઝર સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. મુસાફરોને બે કલાક પહેલા આવવા માટે સલાહ અપાઇ છે. એરપોર્ટ કનેક્ટેવીટી માટે ટેક્સી-કેબને મંજૂરી છે. ઑટો રિક્શાને નહીં. અમદાવાદ એરપોર્ટ સૂત્રોએ મુસાફરોની સલામતી બાબતે જણાવ્યું હતું કે, અમે જ્યાં પણ લાઇન લાગે છે તેવા સ્થળો જેમ કે ટર્મિનલ ગેટ, સેલ્ફ ચેક ઇન ગેટ, લગેજ કાઉન્ટર, સિક્યુરિટી ચેક, એરો બ્રિજ, બોર્ડિંગ ગેટ્સ વગેરે તમામ સ્થળે સોશિયલ  ડિસ્ટન્સ માર્કિંગ કર્યા છે. અમે પાણી પીવાનાં કુલર પર પણ માર્કિંગ કર્યું છે. દરેક પેસેન્જરનું તાપમાન, માસ્ક વગેરે ચેક કરાશે. અમે સેનેટાઇઝરનાં 50થી વધુ સ્ટેન્ડ ટર્મિનલમાં વોક થ્રુ માટે મૂક્યા છે. આ સિવાય સતત ક્લીનિંગ પણ થતું રહેશે. અમે મુસાફરો માટે હેન્ડ્સ ફ્રી ફ્રિસ્કિંગની વ્યવસ્થા પણ કરી છે. 
ફ્લાઇટ ઉપડતાં પહેલાં ડીસઇન્ફેક્ટ અને ફ્યુમિગેટ થશે
એરપોર્ટ સિવાય એરલાઇનોએ પણ ઇનફ્લાઇટ અને ઓફ-ફ્લાઇટ સંખ્યાબંધ પગલા જાહેર કર્યા છે. અમદાવાદથી સૌથી વધુ ફ્લાઇટ ઇન્ડિગો અને સ્પાઇસ જેટની જાય છે. ઇન્ડિગો એરલાઇન્સનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે પાઇલટ અને કેબિન ક્રૂ માટે પીપીઇની વ્યવસ્થા કરી છે. ફ્લાઇટની અંદર ટ્રે ટેબલ, આર્મ રેસ્ટ, ઓવરહેડ નોઝલ, લેવેટરી જેવી દરેક જગ્યા સેનેટાઇઝ થશે. ફ્લાઇટ ઉપડતાં પહેલાં ડીસઇન્ફેક્ટ અને ફ્યુમિગેટ થશે. મુસાફરોને ફ્લાઇટમાં નાસ્તો નહીં અપાય પણ માત્ર પાણી જ અપાશે. બને તો પેસેન્જર એરપોર્ટ પર જ લેવેટરીનો યુઝ કરે જેથી ફ્લાઇટમાં મુવમેન્ટ ઓછી થાય. સ્પાઇસ જેટનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે તમામ કસ્ટમર ટચ પોઇન્ટસને ડીસઇન્ફેક્ટ કરીશું. પેસેન્જરને ફ્લાઇટમાં લઇ જતાં કોચમાં પણ 50 ટકા જ સંખ્યા રાખીશું. મુસાફરોને ઘરે અથવા એરપોર્ટ પર જ જમી લેવા સલાહ આપવામાં આવે છે કેમ કે ફ્લાઇટમાં જમવાનું નહીં અપાય. પેસેન્જરોને પોતાનો બોર્ડીંગ પાસ પણ જાતે જ સ્કેન કરવા જણાવાયું છે. 
સ્પષ્ટતાનાં અભાવે ગો-એર સોમવારથી શરૂ થહીં થાય 
જ્યારે મોટાભાગની એરલાઇનો સોમવારથી શરૂ થઇ જશે ત્યારે દેશની સૌથી મોટી એરલાઇનો પૈકી ગો-એરે ક્વોરેન્ટાઇન અને મુસાફરોનાં રાજ્યોમાં પ્રવેશ મુદ્દે સરકારની સ્પષ્ટતાનાં અભાવે ફ્લાઇટ્સ 1 જૂનથી શરૂ કરવાનું નક્કી કર્યું છે. ગો-એરલાઇનનાં પ્રવક્તાએ કહ્યું હતું કે,  વિવિધ  રાજ્યો પાસેથી મુસાફરોને કેવી રીતે સ્વીકારશે તે મુદ્દે કોઇ સ્પષ્ટતા ન હોવાથી અમે સોમવારથી ફ્લાઇટ્સ શરૂ નહીં કરીએ.

અમદાવાદથી દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, કલકત્તા, ઉપરાંત ઇન્દોર, ભોપાલ, જયપુર, ચંદીગઢ, દહેરાદુન, ગોવા, હૈદરાબાદ, કોચી, લખનઉ, વારણસી, બેંગલુર, ભુવનેશ્વર, પટણા, ગૌહાટી, જલગાંવ, નાસિક, જેસલમેર ઉપરાંત પોરબંદર, કંડલા માટે પણ વિમાન સેવા ચાલુ થઇ જશે.

ક્લાસઓછામા ઓછું ભાડુવધુમાં વધુ ભાડુ
A20006000
B25007500
C30009000
D350010000
E450013000
F550015700
G650018600

 અમદાવાદથી ફ્લાઇટના આવાગમન માટે નક્કી કરાયેલા ક્લાસ અને ભાડુ

A ક્લાસ
ઓછામા ઓછું ભાડુવધુમાં વધુ ભાડુ
20006000
એરપોર્ટ નામડિપાર્ટિંગ ટૂ
અમદાવાદઇન્દોર
ઇન્દોરઅમદાવાદ
B ક્લાસ
ઓછામા ઓછું ભાડુવધુમાં વધુ ભાડુ
25007500
એરપોર્ટ નામડિપાર્ટિંગ ટૂ
અમદાવાદભોપાલ
અમદાવાદજયપુર
અમદાવાદમુંબઇ
ભોપાલઅમદાવાદ
જયપુરઅમદાવાદ
મુંબઇઅમદાવાદ
C ક્લાસ
ઓછામા ઓછું ભાડુવધુમાં વધુ ભાડુ
30009000
એરપોર્ટ નામડિપાર્ટિંગ ટૂ
અમદાવાદચંદીગઢ
અમદાવાદદહેરાદુન
અમદાવાદદિલ્હી
અમદાવાદગોવા
અમદાવાદહૈદરાબાદ
અમદાવદકોચી
અમદાવાદલખનઉ
અમદાવાદવારાણસી
ચંદીગઢઅમદાવાદ
દહેરાદુનઅમદાવાદ
દિલ્હીઅમદાવાદ
ગોવાઅમદાવાદ
લખનઉઅમદાવાદ
હૈદરાબાદઅમદાવાદ
D ક્લાસ
ઓછામા ઓછું ભાડુવધુમાં વધુ ભાડુ
350010000
એરપોર્ટ નામડિપાર્ટિંગ ટૂ
અમદાવાદબેંગલોર
અમદાવાદભુવનેશ્વર
અમદાવાદકોલકતા
અમદાવાદપટના
બેંગલોરઅમદાવાદ
વારાણસીઅમદાવાદ
રાઈપુરઅમદાવાદ
પટનાઅમદાવાદ
E ક્લાસ
ઓછામા ઓછું ભાડુવધુમાં વધુ ભાડુ
450013000
એરપોર્ટ નામડિપાર્ટિંગ ટૂ
અમદાવદચેન્નાઇ
ચેન્નાઇઅમદાવાદ
કોચીઅમદાવાદ
કોલકતાઅમદાવાદ
શ્રીનગરઅમદાવાદ
F ક્લાસ
ઓછામા ઓછું ભાડુવધુમાં વધુ ભાડુ
550015700
એરપોર્ટ નામડિપાર્ટિંગ ટૂ
અમદાવાદગુવાહાટી
ગુવાહાટીઅમદાવાદ

Leave a Response

error: Content is protected !!