જાણવા જેવુરાજનીતિ

જાણો રૂપાણીએ ટ્રાફિક નિયમ ભંગ કરનારને દંડની રકમમાં કેટલી રાહત આપી ? ક્યાં છે નવા નિયમો

144views

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પ્રેસ કોન્ફરન્સ કરીને મોટર વ્હીકલ એક્ટના નવા નિયમોની માહિતી આપી હતી. રાજ્ય સરકારે મોટર વ્હીકલ એક્ટની દંડની જોગવાયઓમાં ફેરફાર કર્યા છે. રાજ્ય સરકારે મોટર વ્હીકલ એક્ટની દંડની જોગવાઓ મુજબની રકમમાં ઘટાડો કર્યો છે.

રાજ્ય સરકારના નવા નિયમો  

1. લાઇસન્સ, વીમો, પીયૂસી, સાથે ના હોય તો પ્રથમ વખત 500 અને બીજી વખત 1500 રૂપિયાનો દંડ
2.કાચ પર ડાર્ક ફિલ્મ, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનારને પ્રથમ વખત 500 બીજી વખત 1500 રૂપિયાનો દંડ
3. સીટબેલ્ટ ન હોય ત્યારે પ્રથમ વખત 1000 રૂપિયા દંડ
4. ત્રણ સવારી વાહન ચલાવવા પર 1000 રૂપિયા દંડ
5. રોંગ સાઈડ વાહન ચલાવવા પર પ્રથમ વખત 5000, પછી 10,000 રૂપિયા દંડ, રીક્ષામાં 1500 રૂપિયા દંડ, કાર 3000 રૂપિયા દંડ, અન્યમાં 5000 રૂપિયા દંડ

6. ઓવર સ્પીડ બાઈક સ્કૂટર માટે 1500 રૂપિયા દંડ, ટ્રેકટર 1500 રૂપિયા દંડ, કાર 2000 રૂપિયા દંડ, અન્ય ટ્રક જેવા ભારે વાહનો 4000 રૂપિયા દંડ અથવા અન્યમાં ઓછામાં ઓછું 2000 અને વધુ 4000

7. ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવા પર બાઈક માટે 2000 રૂપિયા દંડ, રીક્ષા અને કાર અન્ય ભારે વાહનો 3000 રૂપિયા દંડ

8. રજિસ્ટ્રેશન વગર વાહન ચલાવવા પર બાઈક માટે 1000 રૂપિયા દંડ, રીક્ષા માટે 2000 રૂપિયા દંડ, કાર માટે 3000 રૂપિયા દંડ, અન્ય માટે 5000 રૂપિયા દંડ

9. ફિટનેસ વગર વાહન ચલાવવા પર રીક્ષા માટે 500 રૂપિયા દંડ, ફોર વ્હીલર અન્ય ભારે વાહનો 5000 રૂપિયા દંડ

10. થર્ડ પાર્ટી વીમા વગર : 2000 રૂપિયા દંડ
11. પ્રદૂષણ યુક્ત વાહન ચાલવું : બાઈક કાર માટે 1000 રૂપિયા દંડ, અન્ય ભારે વાહન માટે 3000 રૂપિયા દંડ

અવાજ નું પ્રદુષણ અને ભારે હોન : 1000 રૂપિયા દંડ
13. જાહેર જગ્યાએ રેસ કરવી : 5000 રૂપિયા દંડ
14. એમ્બ્યુલન્સ અને વિભગ ફાયરના વાહનોને સાઈડ ના આપવી : 1000 રૂપિયા દંડ
15. ખેતી વિષયક માલ કે ઘરવખરી લઈ જવાતા હોય અને તે વાહનોની બહાર નીકળે (ઓવર લોડ) 1000 રૂપિયા દંડ

 

Leave a Response

error: Content is protected !!