રાજનીતિ

ગુજરાતનું મંત્રીમંડળ કઈ કઈ જગ્યાએ આપશે ત્રિરંગાને સલામી

106views

દેશ ભરમાં આવતી કાલે 15મી ઓગષ્ટની ઉજવણી કરવામાં આવશે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા 15મી ઓગષ્ટની ઉજવણી છોટાઉદેપુર ખાતે કરવામાં આવશે. છોટા ઉદેપુરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ધ્વજવંદન થશે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ જૂનાગઢના વિસાવદરમાં ધ્વજવંદન કરશે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભરૂચના ઝઘડીયામાં ધ્વજવંદન કરશે.

રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ જુદા જુદા સ્થળો પર ધ્વજવંદન કરશે. જેમાં કૃષિ મંત્રી આર.સી.ફળર્દુ સાબરકાંઠામાં, ભાવનગરમાં ભુપેન્દ્રસિહ, ક્લોલમાં કોશિક પટેલ, અમરેલીના વડીયામાં સૌરભ પટેલ, મહેસાણાના વિજાપુરમાં ગણપત વસાવા, જામનગરના જોડીયામાં જયેશ રાદડીયા, તાપીના કુકરમુંડામાં દિલીપ ઠાકોર, વજોદરાના સાવલીમાં ઈશ્વર પરમાર, આણંદના સોજીત્રામાં કુંવરજી બાવળીયા, સુરેન્દ્રનગરના ચુડામાં જવાહર ચાવડા, દાહોદના લીમખેડામાં પ્રદિપસિંહ જાડેજા તેમજ રાજ્યમાં 10 જિલ્લાઓમાં જિલ્લા ક્લેક્ટરોના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.

Leave a Response

error: Content is protected !!