રાજનીતિ

આ તારીખે આવી રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે

103views

ભારતના ગૃહમંત્રી અમિત શાહ આગામી સપ્તાહમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ 28મી ઓગષ્ટે અમદાવાદ ખતે પોતાના નિવાસ સ્થાને આવી રહ્યા છે. આ દરમિયાન અમિત શાહ ગાંઘીનગર સ્થિત પંડિત દીનદયાળ પ્રેટ્રોલિયમ યુનિવર્સિટી પીડીપીયુના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 370મી કલમ હટીવ્યા બાદ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેમના સ્વાગત માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમિત શાહના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય ગૃહમંત્રીનો હવાલો સંભાળ્યા બાદ અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવ્યા હતાં. હવે ફરી એકવાર મુલાકાતે આવી રહ્યા છે.

જમ્મુ કાશ્મીરમાં 370મી કલમ હટીવ્યા બાદ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જોકે અમિત શાહ પારાવારિક મુલાકાતે અવી રહ્યા છે. પરંતુ ગુજરાત બીજેપી દ્વારા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે

Leave a Response

error: Content is protected !!