રાજનીતિ

37૦ના નિર્ણયને પડકારતી પિટિશન્સ પર સુપ્રીમમાં આવતીકાલે સુનાવણી સંભવ

212views

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવવાના નિર્ણયને પડકારતી પિટિશનની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં બુધવારે, 28 ઓગસ્ટના થઈ તેવુ અનુમાન લગાવાઈ રહ્યુ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠ આ કેસની સુનાવણી કરશે. તમને જણાવી દઈએ કે, કલમ 370 ને લગતા કેસમાં કુલ 12 અરજીઓ દાખલ કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને 35A ને હટાવવા સામે અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં  કલમ 37૦ અને આર્ટિકલ 35 A અંગે બહાર પાડેલુ જાહેરનામું ગેરબંધારણીય જાહેર કરાયું છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સરકાર આ પદ્ધતિ કરીને દેશમાં મનસ્વી કામગીરી કરી રહી છે. રાષ્ટ્રપતિનો આદેશ ગેરબંધારણીય છે. કેન્દ્રએ સંસદીય માર્ગ અપનાવવો જોઇએ.

આ સમયે કાશ્મીર ટાઇમ્સના એક્ઝિક્યુટિવ એડિટર અનુરાધા ભાસીને પણ અરજી કરી છે. કલમ 37૦ નાબૂદ થયા બાદ પત્રકારો ઉપર લાદવામાં આવેલ નિયંત્રણને ખતમ કરવાની માંગ કરવામાં આવી છે.

16 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે જમ્મુ-કાશ્મીરથી કલમ 37૦ હટાવવા માટે છ અરજીઓ દાખલ કરવામાં આવી છે, પરંતુ તેમાંથી ચાર હજુ ખામીયુક્ત છે અને આ મુદ્દા પર અરજકર્તાની ગંભીરતા દર્શાવે છે. કોર્ટે કહ્યું કે તમામ અરજીઓ પર એક સાથે સુનાવણી કરવામાં આવશે. ડિફોલ્ટ દૂર થયા પછી બધી અરજીઓ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવશે.

અગાઉ કલમ 37૦ હટાવ્યા બાદ સુપ્રીમ કોર્ટે હાલમાં કર્ફયુ, ફોન લાઇન, મોબાઈલ ઇન્ટરનેટ, ન્યૂઝ ચેનલ બંધ કરવાના મામલે કાશ્મીરમાં દાખલ કરેલી અરજી અંગે કોઈ આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે સરકારને પરિસ્થિતિ સામાન્ય બનાવવા માટે વધુ સમય આપવો જોઇએ. આ ટિપ્પણી સાથે સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી 2 અઠવાડિયા માટે મુલતવી રાખી હતી.

Leave a Response

error: Content is protected !!