રાજનીતિ

હવે મેડ, ડ્રાઈવર અને માળીને મળશે પ્રોવિડન્ટ ફંડનો લાભ

109views

ભારતભરમાં અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા કામદારોને સુરક્ષા આપવા માટે મહત્વના મુદ્દા પર વર્તમાન પ્રોવિડન્ટ ફંડના કાયદામાં કેન્દ્ર સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવશે. શ્રમ મંત્રાલયએ વર્તમાન પીએફ કાયદામાં ફેરફાર કરવા માટે ત્રણ પ્રસ્તાવ રજૂ કવામાં આવ્યા છે. આ પ્રસ્તાવોમાં તમારા ઘરમાં કામ કરતા મેડ, ડ્રાઇવર અને માળીને પ્રોવિડન્ટ ફંડનો ફાયદો મળશે. આ માટે સુવિધા આપવામાં આવી રહી છે કે, એક વ્યક્તિગત રીતે EPFOમાં તેની નોંધણી કરાવી શકાશે અને તે ફરજિયાત પણે કરાવવાની રહેશે.

આ સાથે જે કામદારો હશે જેને ત્યાં આ કામદારો કામ કરતા હશે, તેઓ પ્રોવિડન્ટ ફંડની રકમ જાતે જ જમા કવાની રહેશે. આ માટે શું પ્રક્રિયા રહેશ અને નોંધણી કેવી રીતે થશે તે કાયદામાં ફેરફાર પછી આધાર રાખે છે.

જ્યારે કોન્ટ્રીબ્યુશનમાં એકપણ ફેરફાર નહી થાય. આ કેટેગરીમાં કામ કરનારાઓને એક વિકલ્પ આપવામાં આવશે, જેમાં પ્રોવિડન્ટ ફંડમાં જે 12% મેનડેટ્રી કોન્ટ્રીબ્યુશન એમ્પ્લોઇ તરફથી કરવામાં આવે છે, તે રકમ ઓછી પણ જમા કરાવી શકે છે જેનાથી તેના પગારમાં વધારો થાય. કામદારોને વિકલ્પ આપવામાં આવશે કે તેઓ NPS અને EPF માંથી કોઇપણ સ્કીમની પસંદગી કરી શકે છે.

Leave a Response

error: Content is protected !!