જાણવા જેવુરાજનીતિ

ભાજપના ‘અટલ’ ‘સ્વરાજ’નો ‘મનોહર’ ‘અરુણ’ ઉદય કરનાર પાંચ દિગ્ગજો એક વર્ષમાં ‘અનંત’ યાત્રાએ

139views

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ દુનિયાને અલવિદા કહી ગયા છે.  દેશમાં જીએસટી તરીકે ‘એક દેશ, એક ટેક્સ’ આપવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ હતી. થોડા સમય પહેલા જ પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનું નિધન થઇ ગયું હતુ. છેલ્લા એક વર્ષમાં બીજેપીએ પોતાના 5 દિગ્ગજ નેતાઓ ગુમાવી દીધા છે. તેમાથી ચાર નેતાઓ એવા હતા જે 2014ની નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રીમંડળમાં મંત્રી રહ્યા હતા. એમાં એક વ્યક્તિત્વ એવું હતું જેમણે ન માત્ર પાર્ટીને સક્ષમ બનાવી પરંતુ પહેલી એવી બિન કોંગ્રેસી વડાપ્રધાન હતા જેમણે 5 વર્ષ કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.

 

ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબીયત ઘણી લાંબા સમયથી ખરાબ હતી. 16 ઓગસ્ટ 2018ના રોજ તેમનું નિધન થયું હતું. 2004માં રાજનીતિમાં સન્યાસ લેનાર અટલ બિહારી વાજપેયીને 2015માં ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. 25 ડિસેમ્બર 1924નો રોજ જન્મેલા વાજપેયી બીજેપીના સંસ્થાપકોમાં સામેલ હતા. એમણે 3 વાર ભારતના વડાપ્રધાન બન્યા. જોકે, તેમણે એકવાર જ પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા હતા.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું નિધન 12 નવેમ્બર 2018ના રોજ બેંગલુરુમાં થયું હતું. બેંગલુરુ સાઉથથી સતત 6 વાર જીત હાંસલ કરનાર 59 વર્ષીય અનંત કુમારના ફેફસામાં કેન્સર હતું. એમનો ઇલાજ લંડન અને ન્યૂયોર્કમાં થયો હતો. તે ભાજપા સરકારમાં સંસદીય કાર્યમંત્રી રહ્યા હતા.

ગોવાના મુખ્યમંત્રી અને પૂર્વ રક્ષામંત્રીના રૂપમાં લોકોમાં દિલો પર રાજ કરનારા ભાજપાના નેતા મનોહર પર્રિકર 17 માર્ચ 2019ના દિવસે દુનિયા છોડીને ચાલી ગયા. તે લાંબા સમય સુધી કેન્સરથી પીડિત હતા. પર્રિકર ચાર વાર ગોવાના મુખ્યમંત્રી રહ્યા હતા.

પ્રખર વક્તા અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજે ઓગસ્ટ મહિનાની 6 ઓગસ્ટે વિશ્વને અલવિદા કહ્યું હતું. તેઓ 67 વર્ષની વય ધરાવતા હતા. વર્ષ 2014 થી 2019 દરમિયાન તેઓ ભારતના વિદેશ પ્રધાન રહી ચૂકેલા સુષ્માએ વિશ્વના દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવવામાં તેમનો મોટો ફાળો આપ્યો હતો. 1987 થી 1990 દરમિયાન હરિયાણાના શિક્ષણ પ્રધાન પણ રહ્યા હતા. 1996માં દક્ષિણ દિલ્હીથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ સાથે જ તે 1998 માં દિલ્હીના મુખ્ય પ્રધાન પણ બન્યા હતા.

પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર 1952માં થયો હતો. પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીએ નાણા મંત્રાલય, કોર્પોરેટ અફેર્સ મંત્રાલય, સરક્ષંણ મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલય સંભાળેલ હતુ. અરૂણ જેટલી 1991થી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની સદસ્ય હતાં. તેઓ 1999ની લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપના પ્રવક્તા બની ગયાં હતાં.

અરૂણ જેટલીએ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ જેટલીના ડાબા પગમાં સોફ્ટ ટિશ્યું કેંસર થઇ ગયું હતું. જેની સર્જરીની સારવાર માટે અમેરિકા પણ ગયા હતા. ચાલુ વર્ષે મે મહિનામાં પણ જેટલીને સારવાર માટે દાખલ કરાયા હતા. પરંતુ તબીયત ખરાબ રહેતી હોવાના કારણે તેઓ લોકસભા કે રાજ્યસભાની ચૂંટણી લડવાની ના પડી હતી.

 

 

Leave a Response

error: Content is protected !!