રાજનીતિ

‘રાષ્ટ્રપ્રથમ’ની વિચારધારા સાથે સહમત થઈને 40થી વધુ ડૉક્ટર ભાજપ સાથે જોડાયા

145views

‘જમ્મુ-કાશ્મીરમાં ૭૦ વર્ષ જૂના પ્રશ્નનું નિરાકરણ સચોટ રાજકીય સુઝબુઝથી અતિસરળતાથી ગુજરાતની મોદી-શાહની જોડી લાવી છે. ગુજરાતની ધરતીમાં આજે પણ સત્વ અને જોમ છે. ગુજરાતની ધરતીના પુત્ર હોવાનો મને અનહદ આનંદ છે. એટલે હું ભાજપમાં જોડાયું છું’ : ડૉ. તેજસ પટેલ

 

દેશભરમાં રાષ્ટ્રી ભક્તિનો એક સુર ચાલી રહ્યો છે. ત્યારે પ્રખ્યાત તબીબો પણ પાછળ નથી. ભારતને તો આઝાદી મળી હતી પણ કાશ્મીરને આઝાદી પીએમ મોદી અને અમિત શાહે અપાવી. આ વાતથી સૌ કોઈ ખુશ છે અને વધુ લોકો ભાજપ સાથે જોડાઈ રહ્યા છે. દેશ ભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહ્યુ છે. ત્યારે મંગળવારે ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં નામાંકિત તબીબ પદ્મશ્રી ડો. તેજસ પટેલ, ડો.સુધિર શાહ, ડો. આશિષ નાગપાલ, ડો.સમીર દાણી, ડો.કૌસ્તુભ પટેલ સહિત ૪૦થી વધુ તબીબોએ વિધિવત રીતે ભાજપના સભ્ય બની ભાજપને ખેસ ધારણ કર્યો હતો

પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ ડો. તેજસ પટેલ, ડો.સુધીર શાહ સહિતના વિવિધ જાણીતા તબીબોને ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ડો. તેજસ પટેલે જણાવ્યું હતું કે, ‘આઝાદીના સંઘર્ષ સમયે ગુજરાતની ધરતીના સપૂત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલની જોડીએ સમગ્ર દેશને નેતૃત્વ પૂરું પાડ્યું હતું અને દેશને આઝાદી અપાવી હતી અને આજે ગુજરાતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે આઝાદીના ૭૨ વર્ષ પછી કાશ્મીરને આઝાદી અપાવી છે. જમ્મુ-કાશ્મીરમાં ૭૦ વર્ષ જૂના પ્રશ્નનું નિરાકરણ સચોટ રાજકીય સુઝબુઝથી અતિસરળતાથી ગુજરાતની મોદી-શાહની જોડી લાવી છે. ગુજરાતની ધરતીમાં આજે પણ સત્વ અને જોમ છે. ગુજરાતની ધરતીના પુત્ર હોવાનો મને અનહદ આનંદ છે. એટલે હું ભાજપમાં જોડાયું છું’

પત્રકારો સાથે વાત કરતા જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાજપા સંગઠન પર્વ–સદસ્યતા વૃદ્ધિ અભિયાન દેશભરમાં ચાલી રહ્યુ છે, ગુજરાતમાં ભાજપાની રાષ્ટ્રવાદી વિકાસની રાજનીતિને સ્વીકારીને પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ, પદ્મ શ્રી ડૉ. સુધીર શાહ, ડૉ. આશિષ નાગપાલ સહિત ૪૦ થી વધુ નિષ્ણાત તબીબો ભાજપામાં જોડાયા છે ત્યારે હું આનંદ અને ગૌરવની લાગણી સાથે સૌનું ભાજપામાં હદયપૂર્વક સ્વાગત કરું છું.

Leave a Response

error: Content is protected !!