રાજનીતિ

જીતુ વાઘીણીની સાદગી, ટ્રેનમાં કરી મુસાફરી

180views

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ મુંબઈથી અમદાવાદ પરિવાર સાથે મુસાફરી કરી હતી. તે દરમિયાન જીતુભાઈ વાઘાણીએ કહ્યુ હતુ કે, હું મારા પરિવાર સાથે મુંબઇથી અમદાવાદ જઇ રહ્યો છું. મુસાફરી દરમ્યાન હું જોઈ શકું છું કે રેલ્વે સ્ટેશન અને રેલ્વે પ્લેટફોર્મ પર સ્વચ્છતામાં સુધારો આવ્યો છે. તેમજ પ્લેટફોર્મ પર અનઉપયોગી પ્લાટિક બોટલ માટે ક્રશિંગ મશીનો પણ ઉપલબ્ધ બનાવાયા છે જેનો ને ઉપયોગ પણ કર્યો છે. જે પર્યાવરણીય સંરક્ષણમાં પણ નોંધપાત્ર ફાળો આપી રહ્યુ છે. વાઘણીએ પ્લેટફોર્મ પર નાસ્તો કરીને પોતાની ડીશ ડસ્ટબિનમાં નાખી હતી અને સાથો સાથ તેની આસપાસ પડેલો કચરો વીણીને ડસ્ટબિનમાં નખ્યો હતો.


તેમણે જણાવ્યુ હતુ કે, ટ્રેન અંદરથી પણ સાફ છે. જેમાં શૌચાલયમાં સારી સફાઇ કરવામાં આવી છે. જ્યાં પહેલા મોટાભાગની ગંદકી રહેતી હતી, તેની હવે ઘનિષ્ઠ સફાઇ થઈ રહી છે.

તેમણે રેલ્વે મંત્રી શ્રી પિયુષ ગોયલ જી, રેલ્વે મંત્રાલયના તમામ અધિકારીઓ અને આદરણીય વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારતના અમલીકરણને સમર્થન આપતા લોકોનો ખૂબ આભાર માન્યો હતો.

Leave a Response

error: Content is protected !!